મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ કંપની ઝી એટરમેન્ટ લીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ પુનીત ગોયનકાએ કહ્યુ છે કે સોની પિક્ચર્સ નેટવર્ક્‌સ ઈન્ડિયા ની સાથે પ્રસ્તાવિત મર્જરમાં બધુ ટ્રેક પર છે અને પૂરુ થવાના ફાઇનલ સ્ટેજ સુધી પહોંચી ચુક્યું છે.
ગોયનકાએ કહ્યુ કે, મર્જરથી મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીને હંમેશા ફાયદો થયો છે. ગોયનકાએ કહ્યુ, ‘મારૂ ચોક્કસપણે માનવુ છે કે આ કંસોલિડેશનથી પૂરી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. ‘ ઝી અને સોનીના મર્જરથી દેશની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપની બનશે. અમારૂ રેવેન્યૂ સ્ટેન્ડઅલોન આધાર પર આશરે ૨ અબજ ડોલરનું હશે. સાથે મર્જર બાદ બનનારી કંપનીમાં સોની જે મૂડી લગાવશે, તેનાથી અમને સ્પોર્ટ્‌સ સહિત બીજા પ્રીમિયમ કન્ટેન્ટમાં વધુ રોકાણ કરવાની તક મળશે.
પુનીત ગોયનકાએ કહ્યુ- બંને કંપનીઓનો બિઝનેસ લગભગ એક જેવો છે અને કેટલાક મામલામાં ઓવરલેપ પણ કરે છે. ઝીએ ૨૦૧૭માં ટેન સ્પોર્ટસને સોનીને વેંચ્યું હતું. પરંતુ હવે મર્જર બાદ નવી કંપનીમાં સ્પોર્ટ્‌ઝ ઝેનરની ફરીથી વાપસી થશે. તક શાનદાર છે. ડિજિટલ દુનિયાએ પૈસા કમાવવાના નવા સ્ત્રોત બનાવ્યા છે, જે લગભગ ૫ વર્ષ સુધી હાજર નહોતા. માત્ર આ સેક્ટરમાં અનેક નવી વસ્તુ થઈ રહી છે. તેવામાં ચોક્કસપણે નવી કંપની માટે સ્પોર્ટ્‌સ પણ એક નવો ફોકસ એરિયા હશે.
ગોયનકાએ કહ્યુ કે, ભારત નજીકના ભવિષ્યમાં ટીવી અને ડિજિટલ માટે મોટું બજાર બનશે. એક કંપનીના રૂપમાં ઝી પોતાની ડિજિટલ ઉપસ્થિતિને વધારવા અને તેની સાથે લિનિયર ટીવીમાં રોકાણ કરવાનું યથાવત રાખશે. ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની પિક્ચર્સ નેટવર્ક્‌સ ઈન્ડિયા વચ્ચે મર્જરની જાહેરાત ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૧ના કરવામાં આવી હતી.ઝી સોની મર્જર બાદ બનનારી કંપનીમાં ૧૧,૬૦૫.૯૪ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. પુનીત ગોયનકા મર્જર બાદ બનનારી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ બન્યા રહેશે. મર્જર બાદ ઝી એન્ટરટેઈનમેન્ટની પાસે ૪૭.૦૭ ટકા ભાગીદારી રહેશે. સોની પિક્ચર્સની પાસે ૫૨.૯૩ ટકા ભાગીદારી હશે. મર્જર કંપનીને પણ શેર બજારમાં લિસ્ટ કરાવવામાં આવશે.