છેલ્લા ૩ વર્ષમાં સોના કરતાં ચાંદીની ચમક વધુ જોવા મળી છે. ત્રણ વર્ષમાં સોનું ઘણી વખત લાઇફ ટાઇમ હાઇ પર પહોંચ્યું હોવા છતાં, ચાંદી હજુ પણ આ સમયગાળા દરમિયાન તેની લાઇફ ટાઇમ હાઇ કરતાં ૨,૦૦૦ રૂપિયાની નીચે છે. ત્યારે આ વાત અમે તેના આંકડાઓ જોઈને કહી રહ્યા છીએ.
છેલ્લા ૩ વર્ષમાં જ્યાં ચાંદીએ રોકાણકારોને ૯૦% વળતર આપ્યું છે. જ્યારે સોનાએ રોકાણકારોને ૩૫ ટકાથી વધુ વળતર આપ્યું છે. નિષ્ણાતોનું માનીએ તો જૂનના પહેલા સપ્તાહ સુધીમાં ચાંદીની કિંમત ૮૦ હજારને પાર થઈ શકે છે. ચાલો આંકડાઓને સમજાવવાનો પ્રયાસ કરીએ કે એક સપ્તાહથી લઈને ૩ વર્ષ સુધી રોકાણકારોને સોના અને ચાંદીએ કેટલી કમાણી કરી છે અને કોણ મોખરે છે.
સોનું ૨૪ કલાકમાં ફરી લાઈફટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. ઇન્ડિયન ફ્યુચર માર્કેટ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સવારે ૧૧ વાગ્યે સોનાની કિંમત ૬૧,૫૧૮ રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે સોનું ટ્રેડિંગ સેશન દરમિયાન રૂ.૬૧,૬૨૯ની ટોચે પહોંચ્યું હતું. જો કે, આજે સોનાનો ભાવ ૬૧,૫૬૬ રૂપિયા પર ખુલ્યો હતો. તેમજ ગુરુવારે સોનાની કિંમત ૬૧,૮૪૫ રૂ જે લાઈફટાઈમ ટોચની સપાટીએ પહોંચી ગઈ હતી. નિષ્ણાતોનું માનીએ તો એક મહિનામાં સોનાની કિંમત ૬૨,૫૦૦ રૂપિયાને પાર કરી શકે છે.
બીજી તરફ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. વાયદા બજાર સ્ઝ્રઠ પર ચાંદીની કિંમત ૭૮,૦૦૦ રૂપિયાને પાર કરી ગઈ છે. મળતી માહિતી મુજબ સવારે ૧૧ વાગ્યે ચાંદીની કિંમત ૧૨૨ રૂપિયાના વધારા સાથે ૭૮,૧૬૦ રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીની કિંમત ૭૮,૨૯૨ રૂપિયા પર પહોંચી ગઈ હતી. જો કે, આજે ચાંદી ૭૮,૧૦૦ રૂપિયા પર ખુલી છે. બે દિવસમાં ચાંદીના ભાવમાં ૧૭૦૦ રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જૂનના પહેલા સપ્તાહમાં ચાંદીની કિંમત ૮૦ હજાર રૂપિયાના સ્તરને પાર કરી શકે છે.
છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો સોના કરતાં ચાંદીએ રોકાણકારોને વધુ વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન ચાંદીએ લગભગ ૯૦ ટકા વળતર આપ્યું છે. બીજી તરફ સોનાએ ૩૫ ટકાથી વધુ વળતર આપ્યું છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં સોના અને ચાંદીએ લગભગ ૨૦ ટકાથી વધુ વળતર આપ્યું છે. ચાલુ વર્ષની વાત કરીએ તો સોના અને ચાંદી બંનેએ ૧૨ ટકાથી વધુ વળતર આપ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં સોનાની સરખામણીમાં ચાંદીએ ૩% વળતર આપ્યું છે.
કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં ચાંદી ૮૦ હજારના સ્તરને પાર કરી શકે છે. તેમણે કહ્યું કે હાલમાં ચાંદીમાં કરેક્શન જોવા મળી શકે છે અને ચાંદીના ભાવ ૭૦ થી ૭૨ હજારની વચ્ચે
આવી શકે છે. આવું જ કંઈક સોનામાં પણ જોવા મળી શકે છે અને તેની કિંમત રૂ.૩,૦૦૦ સુધી ઘટી શકે છે. પરંતુ બંને ધાતુઓ માટે સેન્ટિમેન્ટ ખૂબ જ મજબૂત છે અને જૂન મહિનામાં ચાંદી ૮૦ હજાર અને સોનું ૬૨૫૦૦ની સપાટીને પાર કરી શકે છે.