અમેરિકામાં રેકોર્ડ મોંઘવારી અને આર્થિક મંદીને પગલે વૈશ્વિક બજારમાં નબળાઈનો માહોલ છે. જેના કારણે ભારતીય શેરબજારોમાં પણ આજે હાહાકાર મચી ગયો છે. આખો દિવસ ટ્રેડિંગ બાદ સેન્સેક્સ અને નિફ્ટી મોટા પાયે વેચાવલીના પગલે કડાકા સાથે બંધ થયા છે. અમેરિકામાં આશા કરતા ખરાબ મોંઘવારીના આંકડા આવ્યા હતા જેના કારણે વોલ સ્ટ્રીટ ૫ ટકાથી વધુ ગગડી ગયો હતો. હવે તેની અસર ભારત સહિત તમામ દેશના બજારો પર જાવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક આંજે ૧૦૯૩.૨૨ પોઈન્ટના મસમોટા કડાકા સાથે ૫૮૮૪૦.૭૯ ના સ્તરે બંધ થયું. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી ૩૪૬.૬૦ પોઈન્ટ તૂટીને ૧૭૫૩૦.૮૦ ના સ્તરે બંધ થયો.
આજે બજારમાં લૂઝર્સ સ્ટોકની યાદી ખુબ લાંબી છે. આજે ફક્ત ઈન્ડસઈન્ડ બેંક અને એક્સિસ બેંકના શેરમાં તેજી રહી. આ ઉપરાંત ૨૮ કંપનીઓના સ્ટોક્સમાં ભારે વેચાવલી જાવા મળી. ટોપ લૂઝર્સમાં યુપીએલના શેર રહ્યા આ ઉપરાંત ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસિસ, હીરો મોટરકોર્પ, એમશ્એમ, એચડીએફસીલાઈફ, ગ્રાસિમ, ટાટા મોટર્સ, વિપ્રો, ટીસીએસ, રિલાયન્સ, ડો.રેડ્ડી, એશિયન પેઈન્ટ્‌સ, એચસીએલ ટેક, બજાજ ફિનસર્વ, એચડીએફસી, એસબીઆઈ, એચડીએફસી બેંક, ટાઈટન એલટી, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, એચયુએલ, ભારતી એરટેલ, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ, પાવર ગ્રિડ, એનટીપીસી, સન ફાર્મા અને કોટક મહિન્દ્રાના શેરમાં ભારે નબળાઈ જાવા મળી.
આજે તમામ સેક્ટર્સ ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટી બેંક, નિફ્ટી ઓટો, ફાઈનાન્શીયલ સર્વિસિસ, એફએમસીજી, આઈટી, મીડિયા, મેટલ, ફાર્મા, પીએસયુ બેંક, પ્રાઈવેટ બેંક, રિયાલ્ટી, હેલ્થકેર, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ, અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં પણ ભારે વેચાવલી જાવા મળી.આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક બજારમાં મજબૂત વેચવાલીનું વલણ જાવા મળી રહ્યું છે. ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ એક ટકાથી વધુ ડાઉન છે. સેન્સેક્સ વિશે વાત કરીએ તો તે શરુઆતના કારોબારમાં જ ૮૦૦થી વધુ તૂટી ચૂક્યો છે અને ૫૯૧૫૦ અને નિફ્ટી ૨૩૩ અંકથી વધુ લપસીને ૧૭૬૫૦ સુધી સરકી ગયો. છે. આ બંને મુખ્ય ઇન્ડેક્સોએ પોતાનો મજબૂત સપોર્ટ ગુમાવ્યો છે. બજારમાં ગભરાટાના પગલે આવેલી તીવ્ર વેચવાલીથી સ્થાનિક રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૩ લાખ કરોડનો ઘટાડો થયો છે. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૨૮૩ લાખ કરોડથી ઘટીને રૂ. ૨૮૫.૯ લાખ કરોડ થયું છે. બજારને નીચે લાવવા પાછળ ઘણા કારણો છે, જે પૈકી કેટલાક મુખ્ય કારણો છે. આવો જાઈએ આ કારણો વિગતવાર અને સમજીએ કે હવે બજારની સ્થિતિ કઈ તરફ જઈ શકે છે.
વિશ્વભરના બજારોમાં ઘટાડાનો ટ્રેન્ડ છે, જેના કારણે સ્થાનિક બજારમાં નકારાત્મક સેન્ટીમેન્ટ સર્જાયું છે. યુએસ અને યુરોપિયન માર્કેટમાં જારદાર વેચવાલી જાવા મળી હતી. એશિયન ઈન્ડેક્સની વાત કરીએ તો જાપાનનો નિક્કી ૨૨૫, દક્ષિણ કોરિયાનો કોસ્પી, હોંગકોંગનો હેંગસાંગ, તાઈવાનનો તાઈવાન વેઈટેડ, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને સિંગાપોરનો સ્ટ્રેટ ટાઈમ્સ રેડ ઝોનમાં છે.
યુએસ ફેડની નીતિઓ આવતા સપ્તાહે જાહેર થઈ શકે છે. ઓગસ્ટમાં મોંઘવારી દરમાં અપેક્ષિત વધારાને કારણે એવી આશંકા છે કે યુએસ સેન્ટ્રલ બેન્ક સતત ત્રીજી વખત દરમાં વધારો કરી શકે છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો છે. વિશ્વ બેંક અને આઇએમએફે પણ વૈશ્વિક મંદીની આશંકા વ્યક્ત કરી છે, જેના કારણે વેચવાલી ચાલી રહી છે.
રિલાયન્સ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસિસ અને એચડીએફસી સેન્સેક્સ પર સૌથી વધુ વેઇટેજ ધરાવે છે. આ તમામ શેરમાં વેચવાલી ચાલી રહી છે. સેન્સેક્સ પર માત્ર ઇન્ડસઇન્ડ બેન્ક અને સન ફાર્મામાં જ ખરીદી થઈ રહી છે. ઈન્ફોસિસ, એચડીએફસી બેંક અને રિલાયન્સનું પણ નિફ્ટી પર સૌથી વધુ ભાર છે અને તેમાં પણ વેચવાલીથી નિફ્ટી ઘટી છે. આઈટી, પીએસયુ બેંક, એફએમસીજી, ઓટો અને રિયલ્ટી શેરોમાં ખરીદારીથી બજાર દબાણમાં રહ્યું. તમામ સેક્ટરના સૂચકાંકો રેડ ઝોનમાં છે.
આજે કારોબારની શરૂઆતમાં અમેરિકી ડોલર સામે રૂપિયો ૧૧ પૈસા નબળો પડ્યો અને ૭૯.૮૨ રૂપિયા સુધી સરકી ગયો. ડાલરની મજબૂતી અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નબળાઈએ રૂપિયા પર દબાણ કર્યું. ફુગાવાના વધતા દબાણ અને મંદીના ભયને કારણે વિશ્વ બેંકે તેના એક રિપોર્ટમાં આર્થિક મંદીની ચેતવણી આપી છે. વિશ્વ બેંકના અહેવાલ મુજબ, વિશ્વભરના દેશોમાં નીતિ કડક બનાવવામાં આવી રહી છે, જે ફુગાવાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે અને તેના કારણે આવતા વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીની સંભાવના છે.ડાલરની મજબૂતી અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નબળાઈએ રૂપિયા પર દબાણ કર્યું. ફુગાવાના વધતા દબાણ અને મંદીના ભયને કારણે વિશ્વ બેંકે તેના એક રિપોર્ટમાં આર્થિક મંદીની ચેતવણી આપી છે. વિશ્વ બેંકના અહેવાલ
મુજબ, વિશ્વભરના દેશોમાં નીતિ કડક બનાવવામાં આવી રહી છે, જે ફુગાવાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે અને તેના કારણે આવતા વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીની સંભાવના છે.