મહારાષ્ટ્રના   ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવારના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના અહેવાલો વચ્ચે, એનસીપી એસપીઁ વડા શરદ પવારે કહ્યું કે તેમને આ બાબત વિશે કોઈ માહિતી નથી. બારામતીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, શરદ પવારે કહ્યું કે તેમને મીડિયા અહેવાલો દ્વારા શપથ ગ્રહણ સમારોહ વિશે જાણવા મળ્યું. બંને નેતાઓ (શરદ પવાર અને અજિત પવાર) ૧૭ જાન્યુઆરીએ ગોવિંદબાગમાં એક બેઠક કરી હતી.
વરિષ્ઠ નેતાએ વધુમાં દાવો કર્યો હતો કે તે તેમના સ્વર્ગસ્થ ભત્રીજા અજિત પવારની બંને જૂથોને એક કરવાની ઇચ્છા હતી, અને તેઓ તેના વિશે આશાવાદી હતા. તેમણે કહ્યું, “હવે અમને લાગે છે કે તેમની ઇચ્છા પૂર્ણ થવી જાઈએ. અજિત પવાર, શશિકાંત શિંદે અને જયંત પાટીલે બંને જૂથોને મર્જ કરવા અંગે વાતચીત શરૂ કરી હતી. વિલીનીકરણની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી – તે ૧૨ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી. કમનસીબે, અજિત તે પહેલાં જ અમને છોડીને ચાલ્યા ગયા.”
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પવાર પરિવારમાંથી કોઈ સમારોહમાં હાજરી આપશે, ત્યારે તેમણે કહ્યું, “અમને શપથ ગ્રહણ સમારોહ વિશે ખબર નથી. અમને સમાચાર દ્વારા આ વિશે જાણવા મળ્યું. મને શપથ ગ્રહણ સમારોહ વિશે કોઈ માહિતી નથી.” તેમણે કહ્યું કે આ નિર્ણય એનસીપી દ્વારા લેવામાં આવ્યો હોવો જાઈએ. તેમણે ઉમેર્યું, “પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે જેવા કેટલાક લોકોએ પહેલ કરી હતી. તેઓએ કંઈક નક્કી કર્યું હશે.”
પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે દ્વારા ‘ઉતાવળિયા નિર્ણયો’ વિશે પૂછવામાં આવતા, શરદ પવારે કહ્યું, “મને ખબર છે કે અમારી પાર્ટી અને અજિત પવારની પાર્ટી સાથે મળીને કામ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં નિર્ણય લેવાનો હતો. જાકે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના (અજિત પવારનું મૃત્યુ) બની.”
આ દરમિયાન, શરદ પવાર સ્વર્ગસ્થ નેતા અજિત પવારને યાદ કરતી વખતે ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે અજિત પવાર એક સક્ષમ અને સમર્પિત નેતા હતા જેઓ લોકોની સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજતા હતા અને હંમેશા ન્યાય માટે કામ કરતા હતા. શરદ પવારના મતે, બારામતીના લોકોએ હંમેશા અજિત પવારને ટેકો આપ્યો હતો, અને તેઓ ક્યારેય મની જવાબદારીઓથી દૂર રહ્યા નથી. તેમણે કહ્યું કે તેમના નિધનથી દરેકને ખૂબ જ આઘાત લાગ્યો છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમા  , તાકાત સાથે આગળ વધવું મહત્વપૂર્ણ છે.
શરદ પવારે વધુમાં કહ્યું, “આપણે લોકોના દુઃખને દૂર કરવા અને તેમણે જે મૂલ્યો સાથે સેવા આપી હતી તેને પ્રોત્સાહન આપવા માટે કામ કરવું પડશે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના પરિવારની નવી પેઢી ચોક્કસપણે તેમના વારસા અને કાર્યશૈલીને આગળ ધપાવશે. શરદ પવારે કહ્યું, “અજિત પવાર એક સક્ષમ અને પ્રતિબદ્ધ નેતા હતા જેમણે ખરેખર લોકો માટે કામ કર્યું. તેઓ જાહેર સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજતા હતા અને હંમેશા ખાતરી કરવાનો પ્રયાસ કરતા હતા કે તેમને ન્યાય મળે. બારામતીના લોકો હંમેશા તેમની સાથે ઉભા રહ્યા, અને તેમણે ક્્યારેય તેમની ફરજા અને જવાબદારીઓ નિભાવવામાં કોઈ કસર છોડી નહીં.”
શરદ પવારે કહ્યું, “તેમના નિધનથી આપણે બધાને ખૂબ જ આઘાત લાગ્યો છે. તેમના ગયા પછી જે પરિસ્થિતિ  ઊભી થઈ છે તે આપણને શકિત સાથે આગળ વધવા માટે કહે છે. આપણે લોકોના દુઃખને દૂર કરવા અને તે જ મૂલ્યો અને કાર્ય નીતિને આગળ વધારવા માટે કામ કરવું જાઈએ જે સાથે તેમણે તેમની સેવા કરી હતી. મને વિશ્વાસ છે કે તેમના પરિવારની નવી પેઢી ચોક્કસપણે તેમના વારસા અને કાર્ય નીતિને આગળ ધપાવશે.
જા કે શરદ પવારના નિવેદન બાદ અજીત પવારનો મોટો પુત્ર પાર્થ પવાર શરદ પવારની મુલાકાત લીધી હતી અને શરદ પવારે જણાવ્યું હતું કે મને સોગંદવિધિની કોઇ માહિતી નથી પરિવારને અંધારામાં રાખ્યો છે આથી પાર્થ શરદ પવારને મળ્યા હતાં અને પરિવારની નારાજગી દુર કરવાનો પ્રયાસ કર્યાે હતો