અમરેલી એલ.સી.બી.ટીમ સાવરકુંડલા ટાઉનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. બાતમીના આધારે જેસર રોડ પરથી કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા સાવરકુંડલાના મંગલમ સોસાયટીમાં રહેતા તેજસભાઈ પુનમચંદ્ર બકરાણીયા (ઉં.વ. ૨૮)ને પકડવામાં આવ્યો હતો.પોલીસે જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની ૧૯૦૮ બોટલ, બે મોબાઇલ ફોન (રૂ. ૨૦,૦૦૦) અને કિયા સેલ્ટોસ કાર (રૂ. ૧૦ લાખ) કબજે કરી છે. આરોપી અને મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપાયા છે. આ કેસમાં સાવરકુંડલાના પ્રકાશભાઈ ભૂપતભાઈ કાતરીયા હજુ વોન્ટેડ છે.









































