ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પેટાકંપની ‘ચેન્નાઈ પેટ્રોિલયમ કોર્પોરેશન’ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ₹૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા શેર પર પ્રતિ શેર ₹૨૫નું વચગાળાનુ ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે.
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ડિવિડન્ડ માટે શુક્રવાર, ૩૦ ઓક્ટોબરને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. આથી, ડિવિડન્ડનો લાભ મેળવવા ઈચ્છતા રોકાણકારોએ ૨૯ ઓક્ટોબર સુધીમાં શેર ખરીદવાના રહેશે. ૨૧ નવેમ્બર સુધીમાં ડિવિડન્ડની રકમ શેરધારકોના ખાતામાં જમા કરી દેવાશે. શુક્રવારે BSE પર કંપનીનો શેર ₹૧,૪૭૮.૧૦ પર બંધ રહ્યો હતો.







































