લીલીયા મોટામાં ભૂગર્ભ ગટરના પ્રશ્ને ગામના નાગરિકોની રજૂઆત બાદ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ તુરંત કાર્યપાલક ઇજનેર ચૌધરીને સ્થળ પરથી ફોન કરીને ઝડપી નિરાકરણ લાવવા સૂચના આપી હતી.જેના પગલે, કાર્યપાલક ઇજનેર ચૌધરીએ તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ સહિતના અગ્રણીઓ અને સરપંચ વિજયભાઈ શેખલિયા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મફત પ્લોટ વિસ્તારની નહેરમાં ગટર લાઇન નાખવા અને ‘પુષિંગ‘ કામ અંગે વિગતવાર માર્ગદર્શન અપાયુ હતું.








































