ભારતીય સિનેમા ફિલ્મ ‘રામાયણઃ રાઇઝ ઓફ અ લિજેન્ડ’ ને લઈને ઉત્સાહ વધી રહ્યો છે. દરમિયાન, ફિલ્મની ટીમે અમેરિકાના લોસ એન્જલસમાં એક ખાસ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. ફિલ્મના મુખ્ય કલાકારો, રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ, મંગળવાર, ૨૭ ઓક્ટોબરના રોજ એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સ ખાતે આયોજિત આમંત્રણ-માત્ર પ્રીમિયરમાં હાજરી આપી હતી. દિગ્દર્શક નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રા પણ હાજર હતા. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં સ્ટાર્સ રેડ કાર્પેટ પર ફોટા માટે પોઝ આપતા જાવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ચાહકોએ “જય શ્રી રામ” ના નારા લગાવ્યા હતા, જેનાથી વાતાવરણમાં રોમાંચ ફેલાયો હતો. ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત આ ભવ્ય ફિલ્મના આંતરરાષ્ટ્રીય સ્ક્રીનિંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે.
લોસ એન્જલસ ઇવેન્ટમાં કલાકારોના દેખાવે પણ ધ્યાન ખેંચ્યું હતું. ભગવાન રામની ભૂમિકા ભજવતા રણબીર કપૂરે ચાંદીના રંગનો ચમકતો બંધગલા ડ્રેસ પહેર્યો હતો. તેના દેખાવે પરંપરાગત ભારતીય પોશાકને આધુનિક ટ્વિવસ્ટ સાથે મિશ્રિત કર્યો હતો. ફિલ્મમાં સીતાની ભૂમિકા ભજવતી સાઈ પલ્લવી, જટિલ ભરતકામવાળી લાલ ઝરદોઝી સાડી પહેરીને આવી હતી. તેણીએ ખુલ્લા વાળ સાથે હળવો મેકઅપ પસંદ કરીને પોતાનો દેખાવ સરળ રાખ્યો હતો. દરમિયાન, રાવણની ભૂમિકા ભજવતા અને ફિલ્મમાં નિર્માતા યશે કાળા રંગનો પોશાક પહેર્યો હતો. તેણે આકર્ષક બ્રોચ અને સનગ્લાસ સાથે પોતાનો દેખાવ પૂર્ણ કર્યો હતો. યશ સાથે તેમની પત્ની, અભિનેત્રી રાધિકા પંડિત પણ હતા, જે લીલા અને સોનાના સિલ્ક સાડીમાં જાવા મળ્યા હતા.
પ્રીમિયર સ્ક્રીનિંગ દરમિયાન “જય શ્રી રામ” ના નારા ગુંજતા રહ્યા. સ્ક્રીનિંગ દરમિયાન રિલીઝ થયેલા એક વીડિયોમાં, કલાકારો રેડ કાર્પેટ પર કેમેરા માટે પોઝ આપતા જાઈ શકાય છે. ચાહકોએ ખાસ પ્રસંગે “જય શ્રી રામ” ના નારા લગાવીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. ધાર્મિક અને પૌરાણિક પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મે દર્શકોમાં પહેલેથી જ નોંધપાત્ર રસ જગાડ્યો છે. પરિણામે, લોસ એન્જલસમાં આયોજિત આ કાર્યક્રમ ફિલ્મની આંતરરાષ્ટÙીય પહોંચ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ કાર્યક્રમ સામાન્ય લોકો માટે ખુલ્લો નહોતો, પરંતુ ફક્ત પસંદગીના મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.”રામાયણઃ રાઇઝ ઓફ અ લિજેન્ડ” નું નિર્માણ મોટા પાયે થઈ રહ્યું છે. બંને ભાગોનું કુલ બજેટ આશરે ?૪,૦૦૦ કરોડ હોવાનું જાણવા મળે છે. આના કારણે તે ભારતીય સિનેમાના સૌથી મોંઘા ફિલ્મ પ્રોજેક્ટ્સમાંનો એક માનવામાં આવે છે. દિગ્દર્શક નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રાની આ ફિલ્મમાં, રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણના પાત્રમાં જાવા મળશે.











































