ગુજરાતમાં ૩ આતંકીઓની ધરપકડ બાદ દેશમાં મોટા આતંકવાદી કાવતરાનો પર્દાફાશ થયો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે ફરીદાબાદમાં એક ડોક્ટરના ઘરે દરોડો પાડીને ૩૦૦ કિલોગ્રામ આરડીએકસ, એક એકે-૪૭ અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો હતો.જમ્મુ અને કાશ્મીર પોલીસે થોડા દિવસો પહેલા ફરીદાબાદ જિલ્લામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, એક કાશ્મીરી ડાક્ટરની અટકાયત કરવામાં આવી હતી, જેની ઓળખ મુજાહિલ શકીલ તરીકે થઈ હતી. ડાક્ટરની માહિતીના આધારે, જમ્મુ પોલીસે ૩૦૦ કિલોગ્રામ આરડીએકસ, એક એકે-૪૭ રાઇફલ, ૮૪ કારતૂસ અને પાંચ લિટર રસાયણો જપ્ત કર્યા હતા. કુલ ૪૮ વસ્તુઓ મળી આવી હોવાનો અંદાજ છે. ડાક્ટરે લગભગ ત્રણ મહિના પહેલા આ રૂમ ભાડે લીધો હતો. તેમણે રૂમ માલિકને જાણ કરી હતી કે ફક્ત તેમનો સામાન રૂમમાં રાખવામાં આવશે અને આ રૃમમાં તેણે બોમ્બ બનાવાની સામગ્રી રાખી હતી.ગુજરાત એટીએસ એ અમદાવાદથી એક ડોક્ટર સહિત ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેઓ ખતરનાક ઝેર બનાવીને દેશમાં મોટા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. આરોપીઓ પાસેથી અત્યાધુનિક હથિયારો સાથે, ત્રણ વિદેશી પિસ્તોલ, ૩૦ કારતૂસ અને ચાર લિટર એરંડા તેલ જપ્ત કરવામાં આવ્યું છે. આનો ઉપયોગ રાઈઝિંગ નામનું ઘાતક અને અત્યંત ઝેરી ઝેર તૈયાર કરવા માટે થાય છે. રાઈઝિંગ એક ઘાતક જૈવિક ઝેર છે. શરીરમાં પ્રવેશતા, તે કોષોમાં પ્રોટીન બનાવવાની પ્રક્રિયાને અટકાવે છે, જેના કારણે અંગો કામ કરવાનું બંધ કરી દે છે. આરોપીઓમાં તેલંગાણાના રહેવાસી ડોક્ટર અહેમદ મોહીઉદ્દીન સૈયદ અને ઉત્તર પ્રદેશના આઝાદ સુલેમાન શેખ અને સુહેલનો સમાવેશ થાય છે.