બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહુવા દ્વારા આયોજિત ગ્રીષ્મ પારાયણ ૨૦૨૬ અંતર્ગત ‘રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા’ વિષય પર વિશેષ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઢડાના વરિષ્ઠ સંત અને સુપ્રસિધ્ધ કથાકાર પૂજ્ય જનમંગલ સ્વામી પોતાની રસાળ અને શુધ્ધ કાઠિયાવાડી શૈલીમાં કથામૃતનું પાન કરાવશે.
આ ચતુર્દિવસીય પારાયણ આગામી ૧૪ થી ૧૬ મે દરમિયાન રાત્રે ૯ઃ૦૦ કલાકે જાદરા રોડ પર આવેલી પ્રમુખ વાટિકા ખાતે યોજાશે. જ્યારે રવિવાર, ૧૭ મેના રોજ સાંજે ૫ઃ૩૦ કલાકે મંદિરના સભામંડપમાં રવિસભા દરમિયાન આ પારાયણની ભવ્ય પૂર્ણાહુતિ થશે. માનવ જીવનના મૂલ્યો અને સનાતન હિન્દુ સંસ્કૃતિના આદર્શોને જીવનમાં ઉતારવા માટે આ દિવ્ય સંત સમાગમનો સહપરિવાર લાભ લેવા સર્વે ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું નિમંત્રણ છે.







































