મહારાષ્ટ્ર    ની ૧૨ જિલ્લા પરિષદો અને ૧૨૫ પંચાયત સમિતિઓ માટે મતગણતરી શરૂ થઈ છે. ૭૩૧ જિલ્લા પરિષદ બેઠકો માટે કુલ ૨,૬૨૪ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ૧,૪૬૨ પંચાયત સમિતિ બેઠકો માટે ૪,૮૧૪ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠકો માટે શનિવારે મતદાન થયું હતું જેના પરિણામ આવવા લાગ્યા છે જેમાં રાયગઢમાં એકનાથ શિંદેને મોટો ઝટકો લાગ્યો, ધારાસભ્ય મહેન્દ્ર થર્વેની પુત્રવધૂ ખરાબ રીતે હારી ગઈ છે
ભાજપ નેતા અને મહારાષ્ટ્ર  ના મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ સોમવારે જણાવ્યું હતું કે મહાયુતિ ગઠબંધને જિલ્લા પરિષદની ચૂંટણીમાં પણ જીત મેળવી છે. તેમણે કહ્યું કે આ જીત મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કાઉન્સલ ચૂંટણીના પહેલા બે તબક્કામાં મળેલી જીત જેવી જ છે. ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે મહાયુતિ ૧૨ માંથી ૮ કાઉÂન્સલમાં કાઉÂન્સલ પ્રમુખોની પસંદગી કરશે.
ધારાશિવ જિલ્લા પરિષદ ચૂંટણી પરિણામો લાઈવઃ શિવસેનાના ભૂતપૂર્વ ધારાસભ્ય જ્ઞાનરાજ ચૌગુલેની પુત્રીનો વિજય થયો છે ધારાશિવ જિલ્લા પરિષદની અલુર પંચાયત સમિતિ બેઠક પર આકાંક્ષા ચૌગુલે ૩,૯૨૫ મતોથી જીત મેળવી. તે શિવસેનાના ભૂતપૂર્વ ધારાસભ્ય જ્ઞાનરાજ ચૌગુલેની પુત્રી છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પ્રતાપ સરનાઈક જેવા નેતાઓએ આકાંક્ષા માટે પ્રચાર કર્યો.
ધારાશિવ જિલ્લા પરિષદ ચૂંટણીમાં શિવસેના ૧૨ બેઠકો સાથે આગળ. ભાજપ પણ ૧૦ બેઠકો સાથે બીજા સ્થાને છે. દરમિયાન, શિવસેના (યુબીટી) અત્યાર સુધીમાં ફક્ત પાંચ બેઠકો જીતી શકી છે, જ્યારે એનસીપી અને કોંગ્રેસે ચાર-ચાર બેઠકો જીતી છે. અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી છે, જ્યારે સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી છે. ભાજપ ધારાસભ્ય રાહુલ આવડેની પુત્રી સનિકા આવડેએ જિલ્લા પરિષદની ચૂંટણી જીતી છે. સનિકા દ્વારા, આવડે પરિવારની ચોથી પેઢી રાજકારણમાં સક્રિય થઈ છે, અને તેણી જિલ્લા પરિષદના પ્રમુખ પદ માટે દાવેદાર હોવાની ચર્ચા છે. ભૂતપૂર્વ મંત્રી તાનાજી સાવંતના બળવાખોર ભત્રીજા ધનંજય સાવંતે જંગી વિજય મેળવ્યો છે. તેઓ પ્રતિષ્ઠિત જાલા જિલ્લા પરિષદ જૂથમાંથી જીત્યા હતા. જીતના સમાચાર મળતાં જ સમગ્ર સાવંત પરિવારે ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી હતી.
મહારાષ્ટÙ જિલ્લા પંચાયત ચૂંટણીમાં ૭૩૧ બેઠકોમાંથી ૫૩૧ બેઠકો માટેના વલણો જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે તમામ ૧૨ જિલ્લાઓમાં લીડ મેળવી છે, જેમાં સૌથી વધુ ૨૦૧ બેઠકો છે. એકનાથ શિંદેની શિવસેના ૧૧૮ બેઠકો પર આગળ છે, અને એનસીપી અજિત પવાર ૧૦૧ બેઠકો પર આગળ છે. કોંગ્રેસ ૪૩ બેઠકો પર આગળ છે, અને શિવસેના યુબીટી ૨૭ બેઠકો પર આગળ છે.
ભાજપના ધારાસભ્ય સત્યજીત શિવાજીરાવ દેશમુખની પુત્રી સાઈ તેજસ્વી સત્યજીત દેશમુખે કોકરુડ જિલ્લા પરિષદ જૂથમાંથી ચૂંટણી જીતી છે. સાઈ તેજસ્વી સત્યજીત દેશમુખે અજિત પવારના એનસીપી જૂથના વિનોદ પન્હાલકરને ૪,૭૦૦ મતોથી હરાવ્યા. સાઈ તેજસ્વી દેશમુખે મહાયુતિના જનસ્વરાજ્ય મિત્ર પાર્ટી તરફથી ચૂંટણી લડી.
દક્ષિણ સોલાપુર તાલુકામાં વલસાંગ જિલ્લા પરિષદ બેઠક પર ભાજપે જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર રામપ્પા ચિવડશેટ્ટીએ વલસાંગ જિલ્લા પરિષદ જૂથ પર જીત મેળવી છે. આ ઉપરાંત, મજબૂત ભાજપ નેતા ગોત્સુર્વેએ વલસાંગ પંચાયત સમિતિ જૂથ પર જીત મેળવી છે. ટાગી જૂથમાંથી ભાજપના અંબિકા પાટીલે ચૂંટણી જીતી છે. ગોકુલના ભૂતપૂર્વ ચેરમેન વિશ્વાસ અબાજી પાટીલના પુત્ર સચિન પાટીલ હારી ગયા. તેમને એનસીપીના રાજુ સૂર્યવંશીથી હારનો સામનો કરવો પડ્યો. ભૂતપૂર્વ ચેરમેન અરુણ ડોંગરેની પુત્રી અમૃતા ડોંગલે પણ જીત મેળવી.
રત્નાગિરી જિલ્લા પરિષદ ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેનાએ મજબૂત લીડ મેળવી છે. ૫૬ બેઠકોમાંથી, શિવસેના ૨૬ બેઠકો પર આગળ છે. શિવસેના (યુબીટી) પણ ૫ બેઠકો પર આગળ છે. દરમિયાન, અજિત પવારની એનસીપી ૨ બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ માત્ર એક બેઠક જીતી શકી છે.મણગાંવ તાલુકામાં, શિંદે શિવસેનાએ ચાર જિલ્લા પરિષદ બેઠકોમાંથી બે જીતી, જ્યારે એનસીપી અને શરદ પવાર જૂથે પણ બે જીતી. શિવસેનાએ આઠ પંચાયત સમિતિ બેઠકોમાંથી પાંચ જીતી, જ્યારે એનસીપીએ ત્રણ જીતી.
જાટ તાલુકામાં જિલ્લા પરિષદ ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય થયો. આ વિસ્તારમાં, કોંગ્રેસ અને એનસીપી જૂથ વચ્ચે જાડાણ થયું. ભાજપે નવ જિલ્લા પરિષદ બેઠકોમાંથી આઠ જીતી. ૧૮ પંચાયત સમિતિ બેઠકોમાંથી, ભાજપે ૧૨, એનસીપી અને અજિત પવાર જૂથે બે અને કોંગ્રેસે ચાર જીતી. અત્યાર સુધી, કોલ્હાપુર જિલ્લા પરિષદમાં ૩૪ બેઠકોના પરિણામો જાહેર થયા છે. કોંગ્રેસ ૮ બેઠકો સાથે આગળ છે, જ્યારે ભાજપ ૭ બેઠકો પર જીત્યું છે. એનસીપી અને શિંદે સેનાએ ૬-૬ બેઠકો પર જીત મેળવી છે. યાદવકર શાહુ આઘાડીએ ૪ બેઠકો પર જીત મેળવી છે, અને જનરાજ્ય પાર્ટીએ ૨ બેઠકો પર જીત મેળવી છે. એક અપક્ષ ઉમેદવારે એક બેઠક જીતી છે.