ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ માં, જ્યાં ૬૪ ટીમો ટાઇટલ માટે સ્પર્ધા કરી રહી હતી, ત્યાં ફક્ત ૮ ટીમો બાકી છે, અને ૫૬ ટીમો પહેલાથી જ તેમની સફર પૂર્ણ કરી ચૂકી છે. વર્લ્ડ કપનો ક્વાર્ટર-ફાઇનલ તબક્કો ૧૦ જુલાઈથી શરૂ થશે, અને બધાની નજર આ ઇવેન્ટ પર છે. ચાહકો પણ ગોલ્ડન બૂટની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે, જેમાં ડીફેન્ડીંગ ચમ્પિયન આર્જેન્નાટીના કેપ્ટન લિયોનેલ મેસ્સી હાલમાં રેસમાં આગળ છે, પરંતુ કાયલિયન એમબાપ્પે અને એ‹લગ હાલેન્ડ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને ગોલ્ડન બૂટ આપવામાં આવે છે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેલા ખેલાડીને સિલ્વર અને બ્રોન્ઝ બૂટ મળે છે.
આર્જેÂન્ટનાએ રાઉન્ડ ઓફ ૧૬માં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, જેમાં ઇજિપ્ત સામેની છેલ્લી મેચમાં ૨-૦થી વાપસી કરીને ૩-૨થી વિજય મેળવ્યો હતો અને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. લિયોનેલ મેસ્સીનો ગોલ, ત્રીજા ગોલ, આર્જેન્ટનાની જીતમાં મહત્વપૂર્ણ સાબિત થયો. આ સાથે, તે ફરી એકવાર ટુર્નામેન્ટના ગોલ્ડન બૂટ માટેની રેસમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. મેસ્સીએ અત્યાર સુધીમાં આઠ ગોલ કર્યા છે, ત્યારબાદ કાયલિયન એમબાપ્પે સાત ગોલ અને બે આસિસ્ટ સાથે છે. નોર્વેના એ‹લગ હાલેન્ડ ત્રીજા ક્રમે છે, બંનેએ સાત-સાત ગોલ કર્યા છે. ક્વાર્ટર ફાઇનલમાં, જ્યારે ત્રણેય ખેલાડીઓ તેમની ટીમોને સેમિફાઇનલમાં પહોંચવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, ત્યારે તેઓ ગોલ કરીને રેસમાં ટકી રહેવાનો પણ પ્રયાસ કરશે.
મેસ્સીએ હજુ સુધી ગોલ્ડન બૂટ જીત્યો નથી. ફૂટબોલની દુનિયાના મહાન ખેલાડીઓમાંના એક લિયોનેલ મેસ્સીએ હજુ સુધી પોતાની કારકિર્દીમાં ગોલ્ડન બૂટ જીત્યો નથી. ૨૦૨૨ માં રમાયેલા છેલ્લા વર્લ્ડ કપમાં, મેસ્સીએ સાત ગોલ કર્યા હતા, જે તેમને બીજા ક્રમે રાખે છે. કાયલિયન એમબાપ્પે આઠ ગોલ સાથે ગોલ્ડન બૂટ જીત્યો હતો. તેથી, લિયોનેલ મેસ્સી પાસે આ વખતે આ એવોર્ડ જીતવાની સારી તક છે.