પોલીસે પ્રથમ વખત બેંગકોકથી અમદાવાદ અને ત્યાંથી જુનાગઢ ગાંજાની હેરાફેરીનો આંતરરાષ્ટ્રીય કૌભાંડ પકડી પાડ્યું છે. થોડા દિવસ પૂર્વે બેંગકોકથી મંગાવવામાં આવેલા એક કરોડ કરતાં વધારેના ગાંજા સાથે જૂનાગઢના ચાર ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા.જેમાં વડોદરાના ઈરફાન અને રાજકોટની શેરબાનુ પોલીસ પકડથી દૂર હતી. આ બંનેની પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરતા. આ બંને આરોપી પણ પકડાઈ ગયા હતા. જેની ઉલટ તપાસમાં સમગ્ર મામલો બેંકોકના હબીબી નામનો વ્યક્તિ ભારતમાં અનુપ નામના એજન્ટથી ગાંજાની હેરાફેરી કરી રહ્યો છે, તે વાતનો ચોંકાવનારો ખુલાસો થયો છે.જુનાગઢ પોલીસે પ્રથમ વખત નશાકારક પદાર્થની હેરાફેરીનો આંતરરાષ્ટ્રીય કૌભાંડ પકડી પાડ્યું છે. થોડા દિવસ પૂર્વે બેંગકોકથી લાવવામાં આવેલો ગાંજા સાથે જુનાગઢના ચાર ઈસમોને પકડી પાડ્યા હતા. પોલીસ પકડમાં રહેલા ચારેય આરોપીઓ પાસેથી મળેલી વિગતો અનુસાર રાજકોટની શેરબાનુ અને વડોદરાનો ઈરફાન નામનો વ્યક્તિ સમગ્ર ગાંજાની હેરાફેરીમાં સામેલ હોવાનુ સામે આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને શેરબાનુ અને ઈરફાનને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. જેમાં શેરબાનું સુરત અને મુખ્ય આરોપી ઈરફાન નડિયાદ ખાતેથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.પોલીસ પકડમાં રહેલા રાજકોટની શેરબાનુ અને વડોદરાના ઈરફાનની ઉલટ તપાસ કરતા સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય ગાંજા તસ્કરી સાથે જાડાતો જાવા મળ્યો મુખ્ય આરોપી વડોદરાના ઈરફાનની પૂછપરછમાં જૂનાગઢમાંથી પકડાયેલો ચાર કિલો ગાંજા બેંગકોકના હબીબી નામના આંતરરાષ્ટ્રીય બુટલેગરે મોકલ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હબીબી બેંગકોકથી ભારતમાં તેના એજન્ટ બેંગ્લોરના અનુપ મારફતે નશાનો કાળો કારોબાર કરતો હોવાનું સામે આવ્યું છે. થાઈલેન્ડના બેંગકોકથી લાવવામાં આવેલ નશાકારક પદાર્થના વેચાણની જાળમાં પણ કેટલાક એજન્ટ અને અન્ય કેરિયર સામેલ હોવાનું પણ પોલીસ માની રહી છે.બેંગકોકના હબીબી દ્વારા ભારતમાં જે નશાનો કારોબાર અને તેના વેચાણ માટે જે નેટવર્ક ઊભું કર્યું છે, તેમાં બેંગ્લોરના અનુપની સાથે ગુજરાતની શેરબાનુ અને ઇરફાનનો સમાવેશ થાય છે. આ સિવાય ભારતના અન્ય રાજ્યોમાં પણ આજ પ્રકારે એજન્ટો અને કેરિયર મારફતે બેંગકોકથી ગાંજા મોકલીને તેનું ગેરકાયદેસર વેચાણ કરવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડની એક આખી ચેઈન હોવાનું પણ પોલીસ માની રહી છે. હાલ જુનાગઢ પોલીસ પકડથી દૂર બેંગકોકના હબીબ અને બેંગ્લોરના અનુપને પકડી  પાડવા માટે તપાસ શરૂ કરી છે.જુનાગઢ પોલીસે અત્યાર સુધી ચાર કિલો ગાંજા કે જેની બજાર કિંમત ૦૧ કરોડ ૪૯ લાખ ૭૮ હજાર ૫૦૦ રૂપિયા થવા જાય છે. જેમાં ૦૯ પુરુષ અને ૦૩ મહિલા મળીને કુલ ૧૨ આરોપીની અટકાયત કરી છે. પોલીસ પકડમાં રહેલા આરોપીઓ પૈકી આજે પકડવામાં આવેલા જુનાગઢના મોઈન ખંધા વેરાવળનો સાહિલ શેખ રાજકોટની શેરબાનુ વડોદરાનો ઈરફાન પઠાણ નવસારીનો જાવીદ તુર્ક નવસારી વડોદરાનો અફઝલ જાનુવાલા વડોદરાની હાફીઝા પટેલ અને નવસારીની નિલોફર પટેલનો સમાવેશ થાય છે, અગાઉ ૦૭ તારીખે જુનાગઢ પોલીસે ચાર આરોપીની અટકાયત કરી હતી.