ભારતીય ચૂંટણી પંચે શુક્રવારે જાહેરાત કરી હતી કે નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓની ખાસ સઘન સુધારણા (એસઆઇઆર) પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પંચ છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં જીંઇ હાથ ધરી રહ્યું છે. ચૂંટણી પંચે હવે મુખ્ય રાજ્યોમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારણાની દેખરેખ માટે ખાસ રોલ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરી છે.૧. ભારતના ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારણાની દેખરેખ માટે ખાસ રોલ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરી છે.,૨.એસઆરઓએ તેમનું કાર્ય શરૂ કરી દીધું છે અને ફેબ્રુઆરી ૨૦૨૬ માં અંતિમ મતદાર યાદીઓ પ્રકાશિત થાય ત્યાં સુધી અઠવાડિયામાં બે દિવસ આ રાજ્યોમાં હાજર રહેવાની અપેક્ષા છે.૩.એસઆરઓ તમામ રાષ્ટ્રીય અને રાજ્ય રાજકીય પક્ષોના રાજ્ય અને જિલ્લા નેતૃત્વ સાથે બેઠકો યોજશે.,૪. એસઆરઓ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને મતદાર યાદી કમિશનરો સાથેની બેઠકોમાં પણ ભાગ લેશે, વ્યક્તિગત રીતે અથવા વર્ચ્યુઅલી, જેથી ખાતરી કરી શકાય કે સમગ્ર પ્રક્રિયા સરળ, પારદર્શક અને સહભાગી રીતે પૂર્ણ થાય. ૫.એસઆરઓ એસઆઇઆર પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે જેથી ખાતરી કરી શકાય કે કોઈ પણ લાયક મતદાર બાકી ન રહે અને કોઈ અયોગ્ય વ્યક્તિ મતદાર યાદીમાં શામેલ ન થાય.










































