ધારી તાલુકાના ગીર વિસ્તારમાં આવેલા ગઢીયા ગીરના પવિત્ર દાનેવ ધામ આશ્રમ ખાતે બુધવાર, તા. ૨૮ ઓક્ટોબરના રોજ સાંજે ૭ વાગ્યે મહા આરતી, ઠાકોરજીનો થાળ અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત હર્ષદ બાપુ ભગતના માર્ગદર્શન હેઠળ યોજાનારા કાર્યક્રમમાં સંતો-મહંતો, રાજકીય-સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેશે. પરેશભાઈ વાડિયા, વીરસિંહ રાઠોડ, વિજયભાઈ જેઠવા, ધીરજ બારોટ, રઘુભાઈ ખાચર, રામસી ચારણ ગીર, ભરતભાઈ ખવડ, યશ્વીબા તથા ધાર્મિક ગજ્જરના સાંજીદા જૂથ દ્વારા ભજન, સંતવાણી અને લોકસાહિત્યની પ્રસ્તુતિ કરાશે. આશ્રમમાં જીવદયા, ગૌસેવા તથા જરૂરિયાતમંદોની સેવા જેવી
પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. મહંત હર્ષદ બાપુ ભગતે ભાવિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.






































