અમદાવાદના ઓઢવ વિજય એસ્ટેટમાં આવેલા એક કારખાનામાં કામ દરમિયાન લિફ્ટ માથા તેમજ ચહેરાના ભાગે વાગીતાં ૪૨ વર્ષીય શ્રમિક મહિલાનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના બાદ મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ઓઢવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભૌગોલિક નકશા તપાસો મળતી માહિતી અનુસાર, ઓઢવ મહેશ્વરીનગર, કમલેશ પાર્કમાં રહેતા ૪૪ વર્ષીય પ્રદિપ પાલની પત્ની સીમાદેવી પાલ છેલ્લા ચારેક વર્ષથી ઓઢવ એક કરખાનામાં નોકરી કરતા હતા. સીમાદેવી કારખાનામાં કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક માથા તથા ચહેરાના ભાગે લિફ્ટ વાગતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ બાજુના કારખાનામાં કારમ કરતા તેના સંબંધીએ પ્રદિપકુમારને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત સીમાદેવીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાકે, સિવિલ હોસ્પીટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતા.ઓઢવ પોલીસે મૃતદેહનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. મૃતકને સંતાનમાં બે દીકરા એક દીકરી છે. હાલ આ મામલે ઓઢવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.









































