અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન સામે વધતી સૈન્ય કાર્યવાહીથી વૈશ્વીક ઊર્જા બજારમાં અસ્થિરતા સર્જાઈ છે, જેના અસરરૂપે ભારતમાં એલપીજી પુરવઠા પર દબાણ વધ્યું છે. મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ-ચંદીગઢ, હરિયાણા અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો વહેલી સવારથી જ ગેસ એજન્સીઓ અને ગોડાઉન બહાર લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ પુરવઠો મર્યાદિત હોવાને કારણે ગ્રાહકોમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો છે, જ્યારે અધિકારીઓ લોકોમાં ગભરાટ ન ફેલાવવા અને નિયમિત પુરવઠો જાળવવા માટે પગલાં લેવાઈ રહ્યા હોવાનું જણાવે છે. તેમજ ન્ઁય્ ગેસ સિલિન્ડરની કાળાબજારી પણ વધી છે. ૯૫૦ રૂપિયામાં મળ તો ગેસ સિલિન્ડર ૩૫૦૦ રૂપિયામાં અને ૨ હજાર રૂપિયામાં મળતો કોમર્શિયલ સિલિન્ડર બ્લેકમાં ૫ હજાર રૂપિયામાં વેચાઈ રહ્યો છે.
રાજસ્થાનમાં એલપીજી બાદ હવે લોકો ઝ્રદ્ગય્ માટે પણ લાઈનો લગાવી છે. ઘરના રસોડામાં ચૂલા પણ સળગી રહ્યા નથી. ગેસ ગોડાઉનની બહાર લાઈનો લાગી છે. હવે સીએનજી અને એલપીજીમાં પણ આવી જ સ્થિતિ છે. ઓટો રિક્ષાની એક-એક કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. તેમજ રાત પણ હવે સ્ટેશનની બહાર રોકાઈ રહ્યા છે.
પંજાબ-ચંડીગઢમાં પણ ગેસ સંકટ યથાવત છે. લોકો સવારથી જ લાઈનમાં ઉભા રહ્યા છે. અમૃતસર તેમજ જલંઘરમાં લોકો એજન્સીઓ બહાર ઉભા રહ્યા છે. ચંડીગઢમાં પોલીસની દેખરેખ હેઠળ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે.
મધ્ય પ્રદેશમાં રસોઈ ગેસનું સંકટ ગંભીર બનતું જઈ રહ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધી બધાને તડકામાં ૮ કલાકથી વધુ રાહ જોવી પડે છે, છતાં ઘણા લોકોને સિલિન્ડર મળતા નથી. છેલ્લા ૬ દિવસથી ૫૦ હજારથી વધુ હોટલ અને રેસ્ટોરન્ટને કોમર્શિયલ સિલિન્ડર મળ્યા નથી, જેના કારણે ગેસ ખૂટતા અનેક હોટલોમાં મેનૂ બદલવા પડ્યા છે. ઘણી જગ્યાએ લારીઓ અને નાના ખાણીપીણીના ધંધાઓ પણ બંધ થવાની સ્થિતિમાં આવી ગયા છે, જેના કારણે વેપારીઓ અને સામાન્ય લોકો બંને મુશ્કેલીમાં મુકાયા છે.
હરિયાણામાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે હવે ડીઝલની માંગ અચાનક વધી ગઈ છે. અનેક ગ્રાહકો ભવિષ્યની અછતની આશંકાને કારણે જરૂરિયાત કરતાં વધુ ડીઝલ ખરીદી ને સ્ટોક કરી રહ્યા હોવાના અહેવાલો મળ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને પેટ્રોલ પંપ સંચાલકોને સૂચના આપી છે કે તેઓ ગ્રાહકોને જરૂરિયાત મુજબ જ પેટ્રોલ-ડીઝલ આપો અને અતિરિક્ત વેચાણથી બચો. સાથે જ પુરવઠાની સ્થિતિ પર સતત નજર રાખવા અને કોઈપણ પ્રકારની અછત ન સર્જાય તેની ખાતરી કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.








































