પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક અને લેહ એપેક્સ બોડીએ બુધવારથી ૩૫ દિવસના ઉપવાસ શરૂ કર્યા છે. તેમની માંગ છે કે લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે અને તેને રાજ્યનો દરજ્જા આપવામાં આવે.પત્રકારો સાથે વાત કરતા, સોનમ વાંગચુકે કહ્યું કે તેમણે બુધવારથી બીજી ભૂખ હડતાળ શરૂ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છેલ્લા બે મહિનામાં તેમની માંગણીઓ અંગે તેમની સાથે કોઈ બેઠક કરી નથી. આવી સ્થિતિમાં, કેન્દ્રએ તેમની માંગણીઓ પર ધ્યાન ન આપ્યું હોવાથી તેમને આંદોલનને વધુ તીવ્ર બનાવવાની ફરજ પડી છે.તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર સાથેની વાતચીત લગભગ બે મહિના પહેલા બંધ થઈ ગઈ હતી. જ્યારે મુખ્ય માંગણીઓ પર ચર્ચા શરૂ થવાની હતી, ત્યારે સરકારે બીજી બેઠક બોલાવી ન હતી. વાંગચુકે કહ્યું કે લેહમાં ટૂંક સમયમાં હિલ કાઉન્સિલની ચૂંટણીઓ યોજાવાની છે અને તેમણે કેન્દ્ર સરકારને હિલ કાઉન્સિલની ચૂંટણી દરમિયાન લદ્દાખને છઠ્ઠી અનુસૂચિનો દરજ્જા આપવાના તેના વચનની યાદ અપાવી. તેમણે કહ્યું કે, આગામી ચૂંટણીઓ પહેલાં આ વચન પૂર્ણ થવું જાઈએ.








































