કોંગ્રેસે ગુરુવારે બજેટ સત્ર પર તેમની ટિપ્પણીઓ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે તેઓ દરેક સત્રની શરૂઆત પહેલાં “દેશને એ જ દંભી સંદેશ” આપે છે. આજનો વિરોધ આ શ્રેણીનો એક ભાગ છે. કોંગ્રેસના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે કહ્યું, “તેઓ (વડાપ્રધાન) રાષ્ટÙીય મુદ્દાઓ પર વિપક્ષને વિશ્વાસમાં લેવા માટે સર્વપક્ષીય બેઠકો બોલાવશે નહીં કે અધ્યક્ષતા કરશે નહીં.”
રમેશે દાવો કર્યો હતો કે તેઓ છેલ્લી ઘડીએ અચાનક બિલ રજૂ કરશે અને જરૂરી કાયદાકીય તપાસ વિના સંસદમાં તેને પસાર કરાવશે. તેમણે વધુમાં કહ્યું કે મોદી સંસદમાં બેસીને વિપક્ષી નેતાઓની ચિંતાઓને સંબોધશે નહીં, પરંતુ તેના બદલે બંને ગૃહોમાં ચૂંટણી રેલીઓમાં ભાષણો આપશે. તેમણે વધુમાં કહ્યું, “દરેક સત્ર શરૂ થાય તે પહેલાં, તેઓ સંસદને પૃષ્ઠભૂમિ તરીકે ઉપયોગ કરીને રાષ્ટÙને પોતાનો જ દંભી ‘સંદેશ’ આપશે. આજનો વિરોધ આ શ્રેણીનો એક ભાગ છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર મહત્વાકાંક્ષી ભારત માટે છે. તેમણે ઉત્પાદકોને તેમના માટે ખુલતા નવા બજારોનો લાભ લેવા વિનંતી કરી. મોદીએ એમ પણ કહ્યું કે દેશ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી રહ્યો છે અને લાંબા ગાળાના ઉકેલો તરફ કામ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે હવે અવરોધો ઉભા કરવાનો નહીં, પરંતુ ઉકેલો શોધવાનો સમય છે. તેમણે વધુમાં કહ્યું કે તેમની સરકાર ફાઇલો સુધી મર્યાદિત નથી પરંતુ લોકો સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે પણ કામ કરી રહી છે. બજેટ સત્રની શરૂઆતમાં સંસદ ભવનના સંકુલમાં તેમના પરંપરાગત સંબોધનમાં, તેમણે પત્રકારોને કહ્યું, “દેશના સર્વાંગી વિકાસ માટે પગલાં લેતી વખતે અમારી પ્રાથમિકતા હંમેશા માનવ-કેન્દ્રિત છે.” તેમણે વધુમાં કહ્યું કે એક આત્મવિશ્વાસપૂર્ણ ભારત વિશ્વ માટે આશાના કિરણ તરીકે ઉભરી આવ્યું છે.








































