અમરેલીમાં નગરપાલિકા કચેરી દ્વારા ૨૨/૧૦/૨૦૨૬થી ૩૧/૧૦/૨૦૨૬ સુધી કુલ ૧૦ દિવસ સુધી સ્વદેશી મેળા(શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન સીનીયર સિટીઝન પાર્ક, સેંટર પોઈન્ટ ખાતે કરવામાં આવેલ હતું. આ સ્વદેશી મેળાનું ઉદઘાટન સાંસદ ભરતભાઈ સુતરીયા અને મંત્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા કરવામાં આવેલ હતું. સરકાર દ્વારા ચલાવવામાં આવતા વોકલ ફોર લોકલ, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સૂત્ર ને સાર્થક કરતા સ્વસહાય જૂથની બહેનો તેમજ લોકલ વેપારીઓ દ્વારા સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરીને કુલ ૧૦ દિવસમાં રૂ.૨૭,૦૧૦૬૯/- જેવી માતબર રકમની આવક પ્રાપ્ત કરેલ છે.