ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ દર વર્ષે યોજાતા સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત ૯૦-સોમનાથ વિધાનસભાનો કાર્યક્રમ કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પરમાર, પૂર્વ પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરાર, પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમાર સહિત આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંગઠનની એકતા અને મજબૂતીનો સંદેશ અપાયો હતો.ષ્ઠ




































