ચલાલામાં બાપ-દીકરાએ પરિણીતાને જાનથી મારવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સુહાનીબેન અવધભાઈ જીયાણી (ઉ.વ.૨૬)એ બળવંતભાઈ કરમશીભાઈ ઠેસીયા તથા હર્ષલ બળવંતભાઈ ઠેસીયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમના ઘરની બાજુમાં રહેતા બળવંતભાઈ તથા તેમના દીકરા હર્ષલે તેમની સાથે વગર કારણે માથાકૂટ કરી હતી. આ દરમિયાન હર્ષલે તેમના કમરના ભાગે લાકડી વડે માર માર્યો હતો અને બળવંતભાઈએ તેમને ધક્કો માર્યો હતો. બંને બાપ-દીકરાએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ખોડાભાઈ બગડા વધુ તપાસ કરી રહ્યા છે.