બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સોના ગંભીર ગુનામાં ફરાર આરોપીને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. ભાવનગર રેન્જના આઈ.જી.પી. આર.વી. અસારી અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના તથા માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરાઈ હતી. લાઠી વિભાગના પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઓસુરાની રાહબરીમાં સર્વેલન્સ ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નિણામા ગામેથી ૨૩ વર્ષીય આરોપી અલ્પેશભાઈ દેહુરભાઈ સાકળીયાને શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.








































