કોડીનારના વિરાટનગર વિસ્તારમાં આમ આદમી પાર્ટી (છછઁ)ના ડોર-ટુ-ડોર ચૂંટણી પ્રચાર દરમિયાન બોલાચાલી બાદ મારામારી થતાં પોલીસે સામસામી ફરિયાદ નોંધી છે. છછઁ કાર્યકર રામભાઈ વાજાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, પ્રચાર કરવા બાબતે વિરોધ કરી આઠ જેટલા શખ્સોએ તેમના પર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો,
જેથી તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સામા પક્ષે, કિશોરભાઈ ઉર્ફે બિલ્લો વાજાએ વળતી ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે, પક્ષમાં જોડાવા અને ખેસ પહેરવા બાબતે ના પાડતાં તેમજ સાથે રહેલા અન્ય વ્યક્તિ અંગે બોલાચાલી થતાં રામભાઈ અને તેમના સાથીઓએ તેમની સાથે મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બંને પક્ષો દ્વારા મારપીટ અને ધમકીના આક્ષેપો સાથે નોંધાવવામાં આવેલી સામસામી ફરિયાદના આધારે કોડીનાર પોલીસે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ શરૂ કરી છે.









































