અમરેલી જિલ્લામાં સગીરા અને યુવતીઓ લાપતા બનવાના બનવોમાં નોંધપાત્ર વધારો થયો છે. યુવતીઓ કોઈપણ કારણોસર કામનું બહાનું કરી લાપતા બની જાય છે. આવો જ એક બનાવ લાઠીના આસોદર ગામેથી યુવતી લગ્ન કરવાના ઈરાદે ઘરેથી ચાલી નીકળી હતી. આ અંગે મીતુલભાઈ આણંદભાઈ પોપટાણી (ઉ.વ.૪૭) જાહેર કર્યા મુજબ, તેમી દીકરી બીનલ (ઉ.વ.૨૫) હાલ સુરત રહેતા મુળ લીલીયા તાલુકાના ક્રાકચ ગામના હિરેનકુમાર નટુભાઈ ખોખર સાથે લગ્ન કરવાના ઈરાદે ઘરેથી ચાલી નીકળી હતી. જેની લાઠી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.





































