કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે, દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગીસો રબાડાએ એક શરમજનક રેકોર્ડ બનાવ્યો જેને તે ભૂલી શકશે નહીં. પહેલા દિવસે, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કની ઘાતક બોલિંગ સામે રબાડા પોતાનું ખાતું પણ ખોલી શક્્યા નહીં. તે હવે ટેસ્ટ ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ શૂન્ય રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ ૨૩મો પ્રસંગ હતો જ્યારે રબાડા શૂન્ય આઉટ થયા હતા. આ રેકોર્ડમાં તેમણે મોર્ન મોર્કલનો ૨૨ શૂન્ય આઉટનો રેકોર્ડ તોડ્યો હતો.
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની આ મહત્વપૂર્ણ અને રોમાંચક મેચમાં, ટોસ હારી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનારા યજમાન ટીમે સારી શરૂઆત કરી હતી. એક સમયે, દક્ષિણ આફ્રિકાએ શાનદાર રમત રમી અને મોટા સ્કોરનો પાયો નાખ્યો, પરંતુ ઓસ્ટ્રેલિયન બોલરોએ પાછળથી શાનદાર વાપસી કરી, આખી ટીમને ૮૨.૩ ઓવરમાં ૩૨૯ રનમાં આઉટ કરી દીધી. ઇનિંગ્સના અંતે, મિશેલ સ્ટાર્કે તબાહી મચાવી અને આફ્રિકન બેટિંગ ઓર્ડરને તોડી નાખ્યો. સ્ટાર્કે ૮૩મી ઓવરના ત્રીજા બોલ પર કાગીસો રબાડાને શૂન્ય આઉટ કરીને દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સનો અંત લાવ્યો.જાકે કાગીસો રબાડાને વિશ્વના સૌથી ખતરનાક બોલરોમાંના એક માનવામાં આવે છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેમનો ખરાબ રેકોર્ડ છે જેને તે ક્યારેય ભૂલવા માંગશે નહીં. મેચના પહેલા દિવસે, ઓસ્ટ્રેલિયન બોલર મિશેલ સ્ટાર્કની જ્વલંત બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાની આખી ટીમ ૩૨૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાના નીચલા ક્રમના બેટ્સમેન ઓસ્ટ્રેલિયન બોલિંગ સામે ટકી શક્યા ન હતા. પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા પછી, મેચ ખૂબ જ રોમાંચક બની ગઈ છે, અને બધાની નજર ઓસ્ટ્રેલિયા તેમના પ્રથમ દાવમાં કેવું પ્રદર્શન કરે છે તેના પર છે.
આ મેચની પ્રથમ દાવમાં, દક્ષિણ આફ્રિકા માટે ચાર બેટ્સમેનોએ અડધી સદી ફટકારી. આમાંથી ત્રણ અડધી સદી તેમના ટોચના ત્રણ બેટ્સમેન તરફથી આવી હતી. ટીમ માટે માર્કસ એકરમેન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે ૯૪ બોલમાં ૯૫ રન બનાવ્યા. તેણે ૧૨ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. માર્કરામે ૭૮, ડેવિડ બેડિંગહામે ૫૦ અને માર્કો જેન્સેન ૫૨ રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા માટે મિશેલ સ્ટાર્કે સૌથી વધુ વિકેટ લીધી, છ વિકેટ લીધી.










































