સાવરકુંડલાની નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. હાઈસ્કૂલમાં સંગીત શિક્ષક સંજયભાઈ મહેતાનો ભાવભીનો વિદાય સમારંભ યોજાયો. આચાર્ય જીતુભાઈ ભટ્ટે મહેમાનોનું સ્વાગત કર્યું. ઉપપ્રમુખ કનુભાઈ ગેડીયા અને મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા સહિતના મહાનુભાવોએ શ્રીફળ, શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કર્યું. ટ્રસ્ટીઓ, આચાર્યો અને મિત્રોએ પણ શાલ ઓઢાડી બહુમાન કર્યું. શાળા પરિવારે મોમેન્ટો આપ્યો. વિદ્યાર્થીઓએ વિદાય ગીત રજૂ કર્યું. સંજયભાઈએ સંસ્મરણો વાગોળી આભાર માન્યો. કુણાલભાઈ મહેતાએ સંચાલન કર્યું. અંતે વિદ્યાર્થીઓને બટેટા પૌવાનો નાસ્તો અપાયો.





































