બાબરામાં ભાવનગર-રાજકોટ હાઈવે પર એક યુવકને “આ જગ્યા પર તું કેમ માપણી કરવા આવ્યો હતો?” તેમ કહી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે ભીખુબાઈ સવજીભાઈ સેંજલીયા (ઉ.વ.૪૬)એ સુરેન્દ્રનગરના આદીત્યભાઇ આલકુભાઇ ખાચર, અમરેલીના હરપાલભાઇ દડુભાઇ ધાધલ અને જયદિપભાઇ દડુભાઇ ધાધલ, ચોટીલાના જયવીરભાઇ મનુભાઇ ધાધલ તથા વરસડાના રાજદીપભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ આરોપીઓએ તેમને બોલાવીને કહ્યું હતું કે, ‘આ જગ્યા ઉપર તું તા.૧૬/૦૮/૨૦૨૬ના રોજ કેમ માપણી કરવા આવેલો હતો? આ જગ્યા અમે ભાડે રાખેલી છે, હવે પછી તારે અહીં પગ મૂકવો નહીં.’ આમ કહી પોતાનો બદઈરાદો પાર પાડવા લોખંડના પાઈપ જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી તેમને ગાળો આપી શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો તથા
જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.જી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.