જન્માષ્ટમી પર્વ નિમિત્તે અમરેલીના દિલીપ સંઘાણી સાંસ્કૃતિ હોલ ખાતે મુકેશ પટેલ પ્રસ્તુત ‘ઘેલું બન્યું ગોકુળિયું’ કાર્યક્રમ યોજાયો હતો. સૂર સાધના મ્યુઝિકલ ટીમ દ્વારા આયોજિત આ શોનું ઉદ્ઘાટન સંગીત આરાધક શાંતિલાલ જેઠવાના હસ્તે કરાયું હતું.સાડા ત્રણ કલાક ચાલેલા આ દિવ્ય શોમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી લઈને ગોકુળ લીલા અને દ્વારકા ગમન સુધીની જીવનગાથા સંગીતના માધ્યમથી સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકીય-સામાજિક અગ્રણીઓ, લાયન્સ, રોટરી, સરાહી યુથ કલબ, ફૐઁ, ખોડલધામ પરિવાર, આર્ટ ઓફ લિવિંગ, વેપારી મંડળો અને સંગીતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર ટાઉનહોલ કૃષ્ણમય બનતા પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા હતા. લોકોના ભારે પ્રતિસાદ બાદ આ શો હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને દેશ-વિદેશમાંથી પણ આ સંગીતમય કાર્યક્રમને બિરદાવવામાં આવી રહ્યો છે.




































