અમરેલીમાં ઘરની બહારથી આવતો અવાજ સાંભળીને જોવા નીકળેલી એક મહિલાના વાળ પકડી, તેને ઢસડીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે રાબિયાબેન સંજયભાઇ બોળીયા (ઉ.વ.૩૪)એ એજાજભાઇ અલ્તાફભાઇ કાકાસાહેબ, ઇમરાનભાઇ અલ્તાફભાઇ કાકાસાહેબ, ઇમરાનભાઇના પત્ની નિશિતાબેન તથા એજાજભાઇની પત્ની રૂક્સારબેન સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, રાબિયાબેનના ઘરની બહાર જોરજોરથી અવાજ આવી રહ્યો હતો, જેથી તેમણે બહાર નીકળીને જોયું તો આરોપીઓ સાહેદ અશરફભાઇ કાજીને ઢીકાપાટુ વડે માર મારી રહ્યા હતા. આથી રાબિયાબેન તથા અન્ય સાહેદો રજાકભાઇ અને જાહિદાબેન તેમને બચાવવા વચ્ચે પડ્‌યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા આરોપીઓએ રાબિયાબેન તથા અન્ય સાહેદોને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. તે દરમિયાન આરોપીઓએ પાઇપ વડે હુમલો કર્યો હતો તેમજ રાબિયાબેનના વાળ પકડીને તેમને ઢસડ્‌યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તમામ આરોપીઓએ ભેગા મળીને માર મારતા શરીરે મૂઢ ઇજાઓ પહોંચી હતી. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. વાય. કાજી વધુ તપાસ ચલાવી રહ્યા છે.