ગુજરાત રાજ્યના કાયદા અને ઊર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાના જન્મદિવસ નિમિત્તે વરસડા ખાતે આંગણવાડી તથા પ્રાથમિક શાળાના નાના ભૂલકાંઓ સાથે મંત્રીએ આત્મીયતાપૂર્વક સમય વિતાવીને પોતાના હાથે બાળકોને કેક ખવડાવી હતી.આ પ્રસંગે વરસડા ગામના આગેવાન અને તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ વાળાએ મંત્રીની જનસેવા અને વિકાસ કાર્યોની સરાહના કરી બાળકો સાથે જન્મદિવસ ઉજવવાની આ ક્ષણને ગૌરવરૂપ ગણાવી હતી. કાર્યક્રમમાં ગ્રામજનો, આગેવાનો, પંચાયતના પ્રતિનિધિઓ, શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.