આજે બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. મંત્રીમંડળ વિસ્તરણ માટે શપથ ગ્રહણ સમારોહ રાજધાની પટનાના ગાંધી મેદાનમાં યોજાયો હતો  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન તથા ઉપેન્દ્ર કુશવાહા, ચિરાગ પાસવાન સહિત એનડીએના નેતાઓ હાજર રહ્યાં હતાં નોંધનીય છે કે ૧૫ એપ્રિલે જ્યારે નીતિશ કુમારના રાજીનામા બાદ સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, ત્યારે સમારોહ મર્યાદિત અવકાશમાં યોજાયો હતો, અને તેમને જદયુના બે નાયબ મુખ્યમંત્રીઓ સાથે શપથ ગ્રહણ કરાવ્યા હતા. ભાજપ પાસે હવે બિહાર સરકારમાં ૧૬ મંત્રીઓ છે. જદયુ પાસે ૧૫ મંત્રીઓ છે. ચિરાગ પાસવાનની પાર્ટીમાંથી ફક્ત બે અને જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાના પક્ષોમાંથી એક-એક મંત્રી છે.નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારે પણ સમ્રાટ કેબિનેટમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. અહેવાલ છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારે નિશાંતના નામને મંજૂરી આપી હતી, ત્યારબાદ પાર્ટીના નેતાઓએ નિશાંત કુમારને મંત્રીમંડળમાં જોડાવા માટે મનાવી લીધા હતા, અને આજે તેમણે સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળમાં જયુ ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા હતા.

ભાજપ ક્વોટામાંથી મંત્રીઓ

વિજય કુમાર સિંહા (ભૂમિહાર) – વિજય સિંહા બિહારના લખીસરાય મતવિસ્તારના ધારાસભ્ય છે. તેમણે નીતિશ કુમાર સરકારમાં બે વાર નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે.

દિલીપ જયસ્વાલ (વૈશ્ય) – દિલીપ નીતિશ કુમાર મંત્રીમંડળમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલમાં ભાજપના એમએલસી છે. બિહાર ભાજપના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે.

રામ કૃપાલ યાદવ (યાદવ) – રામ કૃપાલ ૨૦૨૫માં નીતિશ કુમાર સરકારમાં કૃષિ મંત્રી બન્યા હતા. તેમણે પાટલીપુત્ર લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ તરીકે પણ સેવા આપી છે.આ પહેલા તેઓ લાલુ યાદવના ખૂબ નજીક હતા. તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને લોકસભા સુધીનો અનુભવ છે.

નીતીશ મિશ્રા (બ્રાહ્મણ) – નીતિશ ઝાંઝરપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે.સતત પાંચ ટર્મ સુધી સેવા આપી છે. તેમણે પ્રવાસન અને ઉદ્યોગ વિભાગો સંભાળ્યા છે.

મિથલેશ તિવારી (બ્રાહ્મણ) – ગોપાલગંજના બૈકુંઠપુર મતવિસ્તારના ધારાસભ્ય અને ૧૯૯૦ ના દાયકાથી રાજકારણમાં સક્રિય છે. તેઓ ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં બક્સરથી ઉમેદવાર હતા, જે અશ્વીની ચૌબેના સ્થાને આવ્યા હતા.

કેદાર ગુપ્તા (વૈશ્ય) – મુઝફ્ફરપુરના કુધની મતવિસ્તારના ધારાસભ્ય. તેમણે સરકારમાં પંચાયતી રાજ મંત્રી તરીકે સેવા આપી છે.

રમા નિષાદ (નિષાદ) – મુઝફ્ફરપુરના ઔરાઈ મતવિસ્તારના ધારાસભ્ય. તે ભૂતપૂર્વ સાંસદ અજય નિષાદની પત્ની છે અને નિષાદ મતો પર મજબૂત પકડ ધરાવે છે. તે ૨૦૨૫ માં પહેલીવાર ધારાસભ્ય બન્યા અને નીતિશ કુમાર મંત્રીમંડળમાં મંત્રી તરીકે નિયુક્ત થયા.

પ્રમોદ ચંદ્રવંશી (ઇબીસી) – તેમણે અગાઉ સહકારી/પર્યાવરણ વિભાગ સંભાળ્યો હતો. પ્રમોદ ચંદ્રવંશીને અત્યંત પછાત સમુદાયના અગ્રણી નેતા તરીકે જાવામાં આવે છે અને ભાજપ સંગઠનમાં તેમની મજબૂત પકડ છે.

લખેન્દ્ર પાસવાન (પાસવાન) – લખેન્દ્ર વૈશાલીના પાતેપુર મતવિસ્તારના ધારાસભ્ય છે. તેઓ પરંપરાગત આરજેડી બેઠક પરથી જીત્યા હતા. લખેન્દ્ર ભાજપના યુવા ધારાસભ્યોમાંના એક છે અને દલિત અને ઉચ્ચ જાતિઓને એક કરવામાં સફળ રહ્યા છે.

સંજય ટાઇગર (રાજપૂત) – સંજય ૨૦૨૫માં નીતિશ કુમાર સરકારમાં મંત્રી બન્યા હતા. તેમણે શ્રમ સંસાધન મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. તેઓ આરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે અને તેમને વ્યાપક સંગઠનાત્મક અનુભવ છે.

કુમાર શૈલેન્દ્ર (ભૂમિહાર) – તેઓ ભાજપ ક્વોટામાંથી મંત્રી બન્યા હતા અને ભૂમિહાર સમુદાયના છે. શૈલેન્દ્ર ભાગલપુરના બિહપુરથી ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે, અને આ તેમનું પ્રથમ મંત્રી પદ છે. શૈલેન્દ્ર પહેલીવાર ૨૦૦૫માં ધારાસભ્ય બન્યા હતા અને ૨૦૨૫ની ચૂંટણીમાં મોટા માર્જિનથી જીત્યા હતા.

રામચંદ્ર પ્રસાદ (તેલી) – રામચંદ્ર પ્રસાદ દરભંગાની હયાઘાટ બેઠક પરથી ધારાસભ્ય છે અને તેલી જાતિના છે. તેમને ભાજપ ક્વોટા દ્વારા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ૨૦૨૫ માં સતત બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને પાર્ટી સંગઠનમાં અનેક હોદ્દા સંભાળ્યા છે.

નંદ કિશોર રામ (રવિદાસ) – નંદ કિશોર રામ પશ્ચિમ ચંપારણની રામનગર બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ ૨૦૨૫ માં પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને હવે મંત્રી બન્યા છે.

શ્રેયસી સિંહે ભાજપ ક્વોટા દ્વારા મંત્રી તરીકે શપથ લીધા છે. શ્રેયસી સિંહ રાજપૂત જાતિના છે અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વીજય સિંહની પુત્રી છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તે આંતરરાષ્ટÙીય શૂટિંગ ખેલાડી હતી અને નીતિશ કુમાર મંત્રીમંડળમાં રમતગમત મંત્રાલય સંભાળ્યું હતું.

અરુણ શંકર પ્રસાદ (બાનિયા) – ખજૌલી બેઠક પરથી ત્રણ વખત ભાજપ ધારાસભ્ય અને બાનિયા સમુદાયના છે.૨૦૨૫ માં નીતિશ સરકારમાં મંત્રી પણ બન્યા હતા.

જદયુ ક્વોટામાંથી મંત્રીઓ જાઇએ શ્રવણ કુમાર (કુર્મી) – જદયુ  વિધાનસભા પક્ષના નેતા. તેઓ નીતિશ કુમારના ગૃહ જિલ્લા નાલંદાથી ધારાસભ્ય છે. તેઓ સતત નવમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ નીતિશ કુમારના નજીકના અને વિશ્વાસુ નેતા માનવામાં આવે છે.,અશોક ચૌધરી (પાસી)-અશોક ચૌધરી અગાઉ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા. તેઓ ૨૦૧૮માં જદયુમાં જોડાયા હતા અને નીતિશ સરકારમાં મંત્રી તરીકે સેવા આપી હતી.,લેસી સિંહ (રાજપૂત) – પૂર્ણિયાના ધમદહાથી છ વખત ધારાસભ્ય. તે શક્તિશાળી નેતા બુટન સિંહની પત્ની છે. લેસી સિંહ પહેલી વાર ૨૦૧૪માં મંત્રી બન્યા હતા. ત્યારબાદ તેમને ૨૦૨૫માં નીતિશ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.,મદન સાહની દરભંગા જિલ્લાના બહાદુરપુર મતવિસ્તારના ધારાસભ્ય છે. તેઓ નીતિશ મંત્રીમંડળમાં સમાજ કલ્યાણ મંત્રી હતા. તેમણે જિલ્લા પરિષદના અધ્યક્ષ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી ,જામા ખાન (મુસ્લીમ) – તેઓ એનડીએ અને જદયુના એકમાત્ર મુસ્લીમ ધારાસભ્ય છે. તેઓ નીતિશ કુમાર સરકારમાં લઘુમતી કલ્યાણ મંત્રી હતા. તેઓ ૨૦૨૦ માં બસપા માંથી જીત્યા બાદ જદયુમાં જોડાયા હતા. તેઓ હાલમાં કૈમુરના ચૈનપુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.,સુનિલ કુમાર (રવિદાસ) – ગોપાલગંજના ભોરે મતવિસ્તારના ધારાસભ્ય. તેઓ ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી છે અને નીતિશ કુમાર સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી છે. સુનિલ કુમાર બિહારના ડીજીપી અને દારૂબંધી મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્્યા છે.,શીલા મંડલ (ધનુક) – મધુબનીના ફુલપરસ મતવિસ્તારના ધારાસભ્ય અને અત્યંત પછાત વર્ગના ધાનુક જાતિના છે. તેઓ જદયુ ક્વોટા દ્વારા મંત્રી બન્યા. તેઓ અગાઉ નીતિશ કુમાર સરકારમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.,રત્નેશ સદા (માંઝી) – તેઓ દલિત સમુદાયની માંઝી જાતિના છે. રત્નેશ મિથિલા ક્ષેત્રની સોનબરસા બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ ૨૦૨૩ માં પહેલી વાર મંત્રી તરીકે ચૂંટાયા હતા અને ૨૦૨૫ માં સતત ચોથી વાર જીત્યા હતા. તેમણે અગાઉ દારૂબંધી મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો.,બુલો મંડલ (ગંગોટા) – શૈલેષ કુમાર, જેને બુલો મંડલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જદયુ ક્વોટામાંથી મંત્રી છે. તેઓ ભાગલપુરના ગોપાલપુર મતવિસ્તારના ધારાસભ્ય છે અને ગંગોટા જાતિના છે, જે અત્યંત પછાત વર્ગ છે. ,ભગવાન સિંહ કુશવાહા – તેઓ ભોજપુરના જગદીશપુર મતવિસ્તારના ધારાસભ્ય છે અને કુશવાહા જાતિના છે, જે અત્યંત પછાત વર્ગ છે. ભગવાન સિંહ કુશવાહા અગાઉ નીતિશ કુમાર સરકારમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.,દામોદર રાવત (ધનુક) – દામોદર જેડીયુ ક્વોટામાંથી મંત્રી છે અને જમુઈના ઝાઝા મતવિસ્તારના ધારાસભ્ય છે. દામોદર ધાનુક જાતિના છે, જે અત્યંત પછાત વર્ગ છે. તેઓ અગાઉ નીતિશ કુમાર સરકારમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.,નિશાંત કુમાર (કુર્મી) – નીતિશ કુમારના એકમાત્ર પુત્ર. તેઓ આ વર્ષે રાજકારણમાં સક્રિય થયા. નિશાંત અગાઉ સોફ્ટવેર એન્જીનિયર હતા. તેઓ સરળ, શાંત અને આધ્યાત્મીક રીતે ઝુકાવ ધરાવતા હતા. પાર્ટીના નેતાઓએ તેમને મંત્રી બનવા માટે સમજાવ્યા.,શ્વેતા ગુપ્તા – શ્વેતા ગુપ્તા જેડીયુ ક્વોટામાંથી મંત્રી બન્યા. શ્વેતા શિવહર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે અને પહેલી વાર મંત્રી બની છે. તેઓ તબીબી પૃષ્ઠભૂમિથી રાજકારણમાં પ્રવેશ્યા હતા અને શિવહરથી પહેલી વાર ધારાસભ્ય છે.એલજેપી(આર) ક્વોટામાંથી મંત્રીઃ સંજય પાસવાન – સંજય ચિરાગની પાર્ટી, એલજેપીમાંથી મંત્રી બન્યા. તેઓ બેગુસરાયના બાખરીથી પહેલી વાર ધારાસભ્ય બન્યા છે. અગાઉ, તેઓ નીતિશ કુમાર સરકારમાં શેરડી ઉદ્યોગ મંત્રી તરીકે સેવા આપી હતી. સંજય ચિરાગની પાસવાન જાતિના છે અને ચિરાગના નજીકના માનવામાં આવે છે. સંજય સિંહ (રાજપૂત) – સંજય વૈશાલીના મહુઆ મતવિસ્તારના ધારાસભ્ય છે અને ચિરાગની પાર્ટી, એલજેપીમાંથી મંત્રી બન્યા છે. તેમણે મહુઆમાં તેજ પ્રતાપ યાદવને હરાવ્યા હતા. સંજયને નીતિશ કુમાર સરકારમાં પણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ રાજપૂત સમુદાયના છે.

એચએએમ ક્વોટામાંથી મંત્રીઃ સંતોષ સુમન (માંઝી) – કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીના પુત્ર અને દલિત સમુદાયની માંઝી જાતિના છે. તેઓ એચએએમ ક્વોટા દ્વારા મંત્રી બન્યા હતા. તેઓ અગાઉ નીતિશ કુમાર સરકારમાં મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે અને એચએએમના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

આરએલએમ ક્વોટામાંથી મંત્રીઃ દીપક પ્રકાશ (કુશવાહા) – દીપક આરએલએમના વડા ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર છે અને નીતિશ કુમાર સરકારમાં મંત્રી પણ હતા. દીપક કુશવાહા હાલમાં ધારાસભ્ય નથી અને નીતિશ કુમાર સરકાર દરમિયાન ધારાસભ્ય નહોતા. તેઓ એમએલસી તરીકે વિધાનસભામાં ચૂંટાઈ શકે છે.