ગોંડલ શહેરના ભીમનાથ મહાદેવ મંદિર પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. છેલ્લા ૨૭ વર્ષથી અહીં રહેતા અને જુના માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા એક પ્રોઢે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. નવાઈની વાત એ છે કે, જે દિવસે તેઓ પોતાના વતન ઓરિસ્સા જવા રવાના હતા, એ જ દિવસે આ આત્મઘાતી પગલું ભરતા ચકચાર મચી છે. મૂળ ઓરિસ્સાના બાલેશ્વર ગામના વતની અને ભીમનાથ મહાદેવ મંદિરની ઓરડીમાં રહેતા શંકરભાઈ સનાતનભાઈ આચાર્ય (ઉં.વ. આશરે ૪૮) એ પોતાની ઓરડીમાં દોરી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
તેમનો પરિવાર (પત્ની, એક દીકરો અને એક દીકરી) વતન ઓરિસ્સામાં રહે છે. તેઓ અહીં એકલવાયું જીવન જીવતા હતા. તેમણે ઘરે જવાની ખુશીને બદલે તેમણે મોતને વહાલું કરતા અનેક સવાલો ઊભા થયા છે.









































