વેરાવળના ડારી રોડ પર વાયરલેસ કચેરી સામે આવેલા એક બોડી રિપેરિંગ વર્કશોપ બહાર પાર્ક કરેલા ત્રણ વાહનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના સમયે વર્કશોપમાં કામ ચાલુ હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા લોકોના ટોળા ઉમટી પડ્‌યા હતા. શાળા અને વ્યસ્ત ટ્રાફિક ધરાવતા આ વિસ્તારમાં વર્કશોપ માલિકની સમયસૂચકતા અને ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવી શકાયો હતો