લીલીયા મોટાના રહેવાસી અને લોહાણા સમાજના અગ્રણી પરેશભાઈ જે. સેજપાલની પુત્રી શિવાની સેજપાલ પી.એસ.આઈ. (PSI)ની પરીક્ષામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થતા લોહાણા સમાજ અને અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અગાઉ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શિવાનીએ પોતાની મહેનત અને દૃઢ સંકલ્પથી આ સિદ્ધિ મેળવી છે. આ સફળતાને બિરદાવવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે લીલીયા ખાતેના જલારામ મંદિર હોલમાં એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.