ઉના તાલુકાના પાલડી ગામે સાંસદસભ્ય રાજેશભાઈ ચુડાસમાની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ રૂ. ૫ લાખ તેમજ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ રૂ. ૫ લાખ આમ કુલ રૂ. ૧૦ લાખના ખર્ચે નવનિર્માણ થયેલ કોમ્યુનિટી હોલના કામનું નિરીક્ષણ ઉનાના સક્રિય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે કર્યું હતું. ધારાસભ્યએ કોમ્યુનિટી હોલનું નિરીક્ષણ કર્યા બાદ આ કોમ્યુનિટી હાલની જાળવણી કરવા માટે સરપંચ તેમજ આગેવાનો અને ગ્રામજનોને જણાવ્યું હતું. આ તકે તેઓની સાથે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ વિરાભાઈ સોલંકી, સરપંચ મનુભાઈ વાઘેલા, પૂર્વ સરપંચ રાણાભાઈ, ગ્રામ પંચાયતના સદસ્યો, આગેવાનો, યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.











































