રાજુલા પોલીસે પોક્સો એક્ટ હેઠળના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્‌યો છે. મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.આઈ. વી.એમ. કોલાદરાની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીના અંતે પોલીસે આરોપી પ્રતાપ ગુજરીયાને ભોગ બનનાર સાથે વાપી-વલસાડ ખાતેથી શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.