પાટડી તાલુકાના પાનવા ગામ પાસે બે કાર અને રીક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો છે. આ ગોઝારા અકસ્માતમાં બે વ્યકિત ના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની જાણ થતાની સાથે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પાટડી તાલુકાના પાનવા ગામ પાસે બે કાર અને રીક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો છે. આ ટ્રિપલ અકસ્માતમાં રીક્ષામાં સવાર બે વ્યકિતના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. આ બંન્ને લોકો ઝેરડો ગામ, દેત્રોજ તાલુકાના વતની હતા. આ અકસ્માતમાં ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્રણથી ચાર વ્યકિતને  ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલમાં  ખસેડવામાં આવ્યા છે.
મૃતકોના નામ મેરાજી ગાભાજી પરમાર (ઠાકોર), ઉ.વર્ષ ૫૫,
સેંધાજી ભીખાજી પરમાર (ઠાકોર), ઉ.વર્ષ ૩૫
દસાડા શંખેશ્વર હાઈવે પરથી પસાર થઈ રહેલી રિક્ષા અને કાર વચ્ચે પાનવા ગામના પાટિયા પાસે જારદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે, રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અંગે હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.