યુરોપિયન દેશ ઇટાલીમાં એન્ટીટ્રસ્ટ વોચડોગ દ્વારા બે દિગ્ગજ કંપનીઓ એપલ અને એમેઝોન પર ૨૨.૫ કરોડ ડોલરનો અંદાજે ૧૬૭૬ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બંને કંપનીઓ પર આ દંડ એપલ અને બિટ્‌સ બ્રાન્ડની પ્રોડક્ટ્‌સના વેચાણમાં પ્રતિસ્પર્ધાના નિયમોનું ઉલ્લંઘન કરવાને લઈને લગાવવામાં આવ્યો છે. બિટ્‌સ ઓડિયો પ્રોડક્ટ્‌સ બનાવે છે.
ઇટાલીની પ્રતિસ્પર્ધા ઓથોરિટીએ કહ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે અમેરિકાના ટેકનો જાયન્ટ્‌સ વચ્ચે ૨૦૧૮માં થયેલ સમજૂતીમાં એપલ અને બિટ્‌સના ઉત્પાદનોને માત્ર સિલેક્ટેડ વિક્રેતા જ એમેઝોનની ઇટાલિયન સાઈટ પર વેચી શકે છે. આ યુરીપિયાં સંઘના નિયમોનું ઉલ્લંઘન છે.મામલાની તપાસ બાદ વોચડોગે એપલ પર ૧૫.૧૩ કરોડ ડોલર અને એમેઝોન પર ૭.૭૩ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો છે. સાથે જ એપલ અને બિટ્‌સના ઉત્પાદનોને એમેઝોન પટ ગેરકાયદેસર રીતે વેચવાને લગતા પ્રતિબંધો હટાવવાના પણ આદેશ આપ્યા છે. જાકે, એપલ દ્વારા કઈ પણ ખોટું કર્યું હોવાનો ઇન્કાર કરતા આ દંડ સામે અપીલ કરશે. એમેઝોનએ એક અલગ નિવેદનમાં કહ્યું છે કે તે ઇટાલિયન ઓથોરિટીના નિર્ણયથી સંપૂર્ણપણે અસહમત છે. કરવામાં આવેલ દંડ અસંગત અને અનુચિત છે. તેની સામે તે અપીલ કરશે.