હિંડોરણા ગામે રાધીકા હોટલની નીચેથી નવા આગરિયા ગામના વેપારીના બાઈકની ચોરી થઈ હતી. આ અંગે નવા આગરિયા ગામે રહેતા આણંદભાઈ ગોબરભાઈ લાભકા (ઉ.વ.૩૦) એ અજાણ્યા ચોર ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તા.૦૫/૦૩/૨૦૨૬ ના રોજ હિંડોરણા ગામે રાધીકા હોટલની નીચે રાત્રીના બારેક વાગ્યે પોતાની બાઈક પાર્ક કરીને નવા આગરીયા તેમના ઘરે જતા રહ્યા હતા. ૦૬/૦૩/૨૦૨૬ ના બારેક વાગ્યાના અરસામાં તેઓ આવતાં બાઈક જોવા મળ્યું નહોતું. પોલીસ ચોપડે બાઈકની કિંમત રૂ.૨૦,૦૦૦ જાહેર થઈ હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી જે કાતરીયા વધુ તપાસ કરી રહ્યા છે.







































