એક કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે જા કોઈ શાળાના અધિકારીને બાળકના જાતીય શોષણની ફરિયાદ મળે છે, તો તેઓ આ મામલાની તપાસ કરી શકતા નથી અને તેને દબાવી શકતા નથી. અધિકારીઓ ઘટનાની જાણ કરવાની તેમની જવાબદારીથી છટકી શકતા નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમ, ૨૦૧૨ ની કલમ ૧૯ હેઠળ ઘટનાની જાણ કરવામાં નિષ્ફળતા, ઁપોસ્કો કાયદાની કલમ ૨૧ હેઠળ ફોજદારી જવાબદારી તરફ દોરી જાય છે, જેમાં છ મહિના સુધીની જેલ અથવા દંડની સજા છે.એક શાળાના મુખ્ય શિક્ષિકા પર એક સિનિયર વિદ્યાર્થી દ્વારા આઠ વર્ષની બાળકી પર બળાત્કારની ફરિયાદ દબાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હવે, ન્યાયાધીશ મનોજ મિશ્રા અને કે.વી. વિશ્વનાથનની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસમાં શાળાના આચાર્યને મુક્ત કરવાના નિર્ણયને ઉલટાવી દીધો છે.
બેન્ચે જણાવ્યું હતું કે જા કોઈ શાળાના અધિકારીને બાળકના જાતીય શોષણની ફરિયાદ મળે છે, તો તેઓ ફક્ત તપાસ કરી શકતા નથી અને એવું તારણ કાઢી શકતા નથી કે કંઈ થયું નથી. અધિકારીઓ ઘટનાની જાણ કરવાની તેમની જવાબદારીથી છટકી શકતા નથી.આઠ વર્ષની પીડિતાની માતાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. અરજીમાં, અપીલકર્તાએ ટ્રાયલ કોર્ટ અને ગુવાહાટી હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો, જેણે મુખ્ય શિક્ષિકા, આચાર્ય, શિક્ષકો અને હોસ્ટેલ વોર્ડન સહિત શાળાના અધિકારીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.પીડિતાએ જણાવ્યું હતું કે આઠમા ધોરણની વિદ્યાર્થીની દ્વારા તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું, અને તેણે તેની બહેન અને શાળાના આચાર્યને ઘટના વિશે જાણ કરી હતી. પોલીસને આ બાબતની જાણ કરવાને બદલે, મુખ્ય શિક્ષિકાએ પોક્સો એક્ટની કલમ ૧૯(૧) હેઠળ પોતે જ આ બાબતની તપાસ કરી હતી.પૂછપરછ દરમિયાન, આરોપી વિદ્યાર્થીએ ઘટનાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. તપાસ બાદ મુખ્ય શિક્ષિકાએ તારણ કાઢ્યું કે કંઈ બન્યું જ નથી અને તેણીએ કથિત રીતે ઘટનાને દબાવી દીધી. તેણીએ કથિત રીતે વિદ્યાર્થીઓને આ વિશે કોઈને ન કહેવાની સૂચના આપી.






































