મગફળીઃ • મગફળી ઉપાડ્‌યા પછી તે જ બીજનું તુરંત વાવેતર કરવું નહિ તેમનો ડોર્મંસી પીરીયડ પૂરો થયા પછી જ વાવેતર કરવું.
• જમીનમાં ભેજ હોય ત્યારે ઉનાળુ મગફળીને ઉપાડી ઢગલા અઠવાડિયું સુકાયા બાદ, પાથરા ફેરવી, ડોડવામાં ૮ ટકા ભેજ હોય ત્યારે થ્રેસિંગ કરવું.
• આગોતરા વાવેતર માટે જમીનમાં ઢાળ હોય તો ઢાળની વિરુદ્ધ દિશામાં વાવેતર કરવું.
તલઃ
• ઉનાળુ તલ પીળા પડી જાય પછી કપણી કરી ઉભડા કરવા, તે પછી સુકાઈ જાય પછી તલ ખેરી તેનું ગ્રેડીંગ કરી કોથળા ભરી લેવા.
કપાસઃ
• જમીનને ખેડ કરી સમતલ બનાવો, ઢાળ ઓછો કરો અને આ માસમાં છાણીયું (કમ્પોસ્ટ) ખાતર ચાસમાં ભરી દેવું.
• કપાસનું આગોતરું વાવેતર કરવું નહિ. તેમજ વાવેતર પહેલાં જમીનની ચકાસણી કરાવો.
• મીલીબગ વાળી તેમજ જીંડવા વાળી કરાંઠીને ઉપાડીને બાળી નાખવી અથવા તો બળતણ તરીકે સંગ્રહ કરવાનો હોય તો ઢગલાની ફરતે એક મીટર પહોળો મીથાઈલ પેરાથીઓનનો પટ લગાવવો.
જુવારઃ
• દાણાની જુવારને દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.
બાજરીઃ
• બાજરી પાકને ફૂલ અવસ્થાએ આવશ્યક પિયત આપવું.
• બાજરીનાં ડુંડાને દબાવવાથી દાણા છુટા પડે ત્યારે લણવા.
• કુતુલ / તળછારો રોગ જણાય તો મેટાલેક્ષિલ એમઝેડ ૭૨ વેપા ૧૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ પાનની ઉપર તેમજ નીચેના ભાગે છંટકાવ કરવો.
શાકભાજી:
• શાકભાજીના તૈયાર થયેલ ધરૂઓની ફેર-રોપણી ભલામણ મુજબના રાસાયણિક ખાતરો આપવા.
• જુદા જુદા પાકો જેવા કે શાકભાજી, કપાસ, ડાંગર, શેરડી વગેરે માટે નોવેલ પ્રવાહી ખાતર આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.
• મરચીમાં તંદુરસ્ત ધરું ઉછેરવા ધરૂવાડિયાની જમીનમાં ઉનાળામાં સોઇલ સોલરાઈઝેશન અથવા રાબીંગ કરવું.
આદુ: વાવેતર સમય
• આદુની રોપણી એપ્રિલના અંતથી મે માસમાં જમીન તૈયા૨ કરી વાવેતર કરી શકાય છે. રોપણીમાં તંદુરસ્ત આંખો ધરાવતી અંગુલી ગાંઠોનો ઉપયોગ ક૨વામાં આવે છે
બિયા૨ણનો દ૨:
• આદુના પાકમાં બિયારણમાં લીધેલ અંગુલી / માતૃ ગાંઠોને બીજથી થતા રોગો જેવા કે કંદનો કોહવારો, થડનો કોહવારોના નિયંત્રણ માટે મેટાલેક્ષીલ પાણીમાં ઓગાળી દ્રાવણમાં બિયારણની ગાંઠોને ૩૦ મિનિટ સુધી રાખીને, ગાંઠોને સૂકવ્યા બાદ વાવેતરમાં ઉપયોગ કરવો.
બાગાયત:
• દાડમની ખેતીમાં ગાંઠયા
કૃમિના નિયંત્રણ માટે દાડમની ખેતી કરતા ખેડૂતોને ગાંઠયા
કૃમિના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે યોસીનોમાયસીસ લીલાસીનસ (૨ ટ ૧૦ બીજાણું/ગ્રામ) ૨૦ કિ.ગ્રા/કે + દિવેલી ખોળ ૨ ટન /હે. ચોમાસાની શરૂઆતમાં અને ત્યારબાદ દર ૬ માસના આંતરે થડથી ૧૨ થી ૧૮ ઈંચ દૂર તથા આશરે ૯ ઈંચ ઊંડી રીંગ કરીને જમીનમાં મૂળની નજીક આપવાની ભલામણ કરવામાં આવે છે.
• કેળની ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર વધારેમાં વધારે ઉત્પાદન તેમજ આવક મેળવવા માટે “કેળની ગણદેવી સિલેકશન” જાત વાવવાની ભલામણ કરવામાં આવે છે.
• પપૈયામાં વધુ ઉત્પાદન માટે સૂક્ષ્મ તત્વોનો છંટકાવ ઝીંક સ્લ્ફેટ ૨૪.૦ ગ્રામ અને બોરોન ૧૦.૦ ગ્રામ પ્રતિ લિટરે મુજબ ફેર રોપણીના બીજા અને ચોથા મહિને છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન અને આવક મળે છે.
• મગની શીંગોની કાપણી વહેલી સવારે કરવી.
• મગના ભૂકીછારા રોગના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે કોર્બન્ડાઝીમ ૦.૦૨૫ % અથવા હેક્ઝાકોનાઝોલ ૦.૦૦૫ % અથવા દ્રાવ્ય ગંધક ૦.૨ % અથવા સેન્દ્રીય ખેતી માટે લીમડાનાં મીંજનું દ્રાવણ ૫ % મિશ્ર કરી રોગની શરૂઆત થાય કે તુરંત પંદર દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
શેરડી:
• શેરડીમાં તડતડીયા અને સફેદ માખીના નિયંત્રણ માટે લીબોળીમાંથી બનાવેલ ૫% દ્રાવણ ૫૦૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
સેન્દ્રીય ખેતીના ફાયદાઓઃ
૧.જમીનની ભોતિક, રાસાયણિક અને જૈવિક પરિસ્થતિ સુધારે છે. જેથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઉત્તરોત્તર વધારો થાય છે.
ર. સેન્દ્રીય ખેતી પાકને અનુકૂળ પરિસ્થતિ પુરી પાડે છે. જેથી પાકનો વિકાસ સારો થાય છે પરિણામે પાકમાં રોગ જીવાત સામે પ્રતિકાર શકિત ઉભી થાય છે. સરવાળે વધુ અને સારી ગુણવત્તાવાળું પાક ઉત્પાદન મળે છે. ૩. સેન્દ્રીય ખેતીમાં ખેતી માટે જરૂરી ખેત સામગ્રી બને ત્યાં સુધી ખેતરમાં તૈયાર થતી હોય તેવી વાપરવાનો આગ્રહ રાખવામાં આવે છે. (દા.ત. બિયારણ, સેન્દ્રીય ખાતર વિગેરે) તેથી ખેતી ખર્ચ ઘટાડી સ્વનિર્ભર ખેતીનો વિકાસ કરે છે.
૪. સેન્દ્રીય ખેતી દ્વારા જમીન, હવા અને પાણીનું પ્રદૂષણ અટકાવી શકાય છે.
પ. સેન્દ્રીય ખેતી દ્વારા ઉત્પાદિત થતો ખોરાક ઝેરી રસાયણોથી મુકત હોઈ વિકસિત દેશોમાં તેની માંગ વધતી જાય છે અને ભાવ પણ સારા મળતા થયા છે. ખોળનો વપરાશઃ
• દિવેલા, મગફળી, તલ, કપાસિયા, કરંજનો ખોળ, લીંબોળી તેમજ નાળિયેર વિગેરેના ખોળનો જમીનમાં પોષક તત્વો ઉમેરવા માટે સેન્દ્રીય ખાતર તરીકે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરી શકાય. ખોળમાં પોષક તત્વોનું પ્રમાણ સામાન્ય સેન્દ્રીય ખાતરો કરતાં પાંચથી દસ ગણું વધારે હોવાથી ખાતર તરીકે ખેત ઉત્પાદન વધારવા અસરકારક રીતે વાપરી શકાય છે.
નિકાસ દ્વારા વૈશ્વિક બજારોમાં સારા ભાવ મેળવવા માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઃ
• કરાર આધારિત ખેતી પદ્ધતિ દ્વારા ખેડૂતોએ નિકાસકાર કંપની કે વેપારી સાથે સમન્વય કરવો જોઈએ.
• ખેડૂતોએ પોતાની પેદાશ ક્યાં આંતરાષ્ટ્રીય બજારમાં વેચવાથી વધુ ભાવ મળે તે નક્કી કરવું જોઈએ.
• આંતરાષ્ટ્રીય બજારમાં કઈ પધ્ધતિથી વેચાણ કરવું તે નક્કી કરવું જોઈએ જેમ કે, સીધું વેચાણ અથવા એજન્ટ દ્વારા વેચાણ.
• જંતુનાશકોના અવશેષો રહિત ઉત્પાદન મળે તેવું અગાઉથી જ આયોજન કરવું જોઈએ.
• ખેત પેદાશોનો બગાડ ન થાય તેના માટે યોગ્ય ગ્રેડિંગ કરી આકર્ષક પેકિંગ કરવું જોઈએ.
પશુઓ માટે બાયપાસ ફેટ ખવડાવવાના ફાયદાઓ:-
• વધુ દૂધ ઉત્પાદન આપતી તાજી વિયાયેલી ગાય-ભેંસની શકિતની જરૂરીયાત ચીલાચાલુ ખોરાક આપવાની પધ્ધતિથી પુરી પાડી શકાતી નથી. તેથી આવી ગાય-ભેંસના દાણમાં બાયપાસ ફેટ ઉમેરવાથી તેમની શકિતની જરૂરીયાત પુરી પાડી શકાય છે.
• દૂધ ઉત્પાદનમાં વધારો થાય અથવા દૂધ ઉત્પાદન જળવાઈ રહે છે.
• દૂધમાં રહેલ ફેટ ચરબીના ટકા વધે છે.
• ખોરાક વપરાશની ક્ષામતા વધે છે.
• સરેરાશ યુનિટ દિઠ દૂધ ઉત્પાદનમાં વધુ વળતર મળે છે અને વિયાણ બાદ સગર્ભા થવાના સમય (ફલન કાળ) માં ઘટાડો થવાથી વધુ આર્થિક ફાયદો મેળવી શકાય છે.
દૂધાળા પશુઓનો આહાર:
• પશુપાલન વ્યવસાયમાં ૬૦ થી ૭૦ ટકા ખર્ચ ખોરાકનો થાય છે માટે તેમાં શક્ય તેટલી કરકસર અને કાળજીની ખાસ જરૂર રહે છે. દૂઝણા પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ક્ષાર મિશ્રણનો બનેલો હોય છે.
• દૂધાળા ઢોરને રોજ તેના વજનનાં ૨.૫ ટકા જેટલા સૂકા ચારા (ડ્રાય મેટર) ની જરૂર પડે છે. જાનવરની કુલ જરૂરિયાતના ત્રીજો ભાગ લીલો ચારો હોવો જોઇએ એટલે કે દૂજણા ઢોરને દૈનિક ઓછામાં ઓછો ૨૦ કિ.ગ્રા. લીલો ચારો આપવો જોઇએ.
તેમાં પણ શક્ય હોય તો ૪ થી ૭ કિ.ગ્રા. રજકો /ચોળી/ગુવાર અને ૮ થી ૧૨ કિ.ગ્રા. મકાઇ/ જુવાર/ઓટ આપવા જોઇએ. એટલે કે એક ભાગ કઠોળ વર્ગ અને બે ભાગ ધાન્ય વર્ગનો ઘાસચારો આપવો જોઇએ. આમાંથી દૂજણા ઢોરને જોઈતું પ્રોટીનલ કેલ્સિયમ અને વિટામિન્સ મળી રહે છે.
• દૂધાળા ઢોરને સૂકો ચારો દરરોજ ખાય તેટલો આપવો જોઇએ. લીલો ચારો અને સૂકા ચારાને ટુકડાં કરી મિશ્ર કરી આપવાથી ચારાનો બગાડ અટકશે અને તેની સાથે સાથે તેની પાચ્યતામાં પણ વધારો થશે.
• લીલા ચારાની અછતમાં સાયલેજ અને ઉનાળામાં મળતાં લીલા ઝાડ પાન પણ લીલા ચારા તરીકે ખવડાવી શકાય. પશુનો ચારો તાજો, સારો, સ્વચ્છ હોવો જોઇએ અને બગડેલો કે ફૂગવાળો ન હોવો જોઇએ.