મગફળીઃ ઉત્પાદનમાં ફાઉન્ડેશન બીજ માટે સફેદ રંગની અને સર્ટિફાઈડ બીજ માટે ભૂરા રંગની એજન્સીની ટેગ કે જેમાં પેકિંગ સમયે હાજર રહેલ એજન્સીના અધિકારીના સહી-સિક્કા હોય છે તે અને નિયત માહિતીવાળી ટેગ સાથે સીવી, બેગના બન્ને છેડે સીલ મારવામાં આવે છે. બીજ ઉત્પાદકનું પોતાનું ઓપેલાઈન ગ્રીન (લીલા) રંગનું લેબલ સંપૂર્ણ વિગતો સાથે એજન્સીની ટેગ નીચે રાખી બેગ સાથે સીવવામાં આવે છે. આ સીલ કરેલ ફાઉન્ડેશન બીજની બેગો સર્ટિફાઈડ બીજ પ્લોટ લેનાર ખેડૂતો કે સંસ્થા/પેઢીઓ લઈ જાય છે. જયારે સર્ટિફાઈડ બિયારણની બેગો કોમર્શીયલ વાવેતર માટે બજારમાં પ્રમાણિત બિયારણ તરીકે વેચાણ કરવામાં આવે છે.
તલઃ • ગાંઠીયા માખીના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. અથવા કાર્બારીલ ૫૦ વે.પા. ૪૦ ગ્રામ, મિથાઈલ-ઓ-ડીમેટોન ૧૦ મિ.લિ.અથવા ક્વિનાલફોસ ૨૦ મિ.લિ./ ડાયમીથોએટ ૧૦ મિ.લિ. પૈકીની કોઇપણ એક દવાનો ફુલ ઉઘડવાની અવસ્થાએ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
મગફળીઃ • જેસીડ, થ્રીપ્સ જેવી ચુસીયા પ્રકારની જીવાતનાં નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઈ.સી. ૧૫ થી ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
મગઃ • શીંગ કોરી ખાનાર લીલી અથવા ગુલાબી ઈયળ નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ ૧૦ મિ.લિ. અથવા કવીનાલફોસ ર૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
નીંદણ: રાસાયણિક નિંદણનાશકોથી ભૌતિક પધ્ધતિઓ કરતાં વહેલું, અર્થક્ષમ અને અસરકારક રીતે નિંદણ નિયંત્રણ થઈ શકે પણ જરૂર જણાય તો જ ઉપયોગ કરવો.
• ઘનિષ્ઠ પાક પધ્ધતિઓ જેવી કે બહુપાક પધ્ધતિ, રીલેપાક પધ્ધતિ, આંતરપાક પધ્ધતિ વગેરે અપનાવવા.
શાકભાજીઃ • સંકર મરચીમાં રાસાયણિક ખાતર ૧૪૦-૫૦-૫૦ ના.-ફો.-પો. કિ.ગ્રા./હે. આપવું.
રીંગણી: નાના પર્ણ / લઘુપર્ણ / ઘટ્ટીયા પાન
• પાક નિંદણમુક્ત રાખવો. રોગ તડતડીયાથી ફેલાતો હોવાથી રોપણી પછી ૧૦ થી ૧૫ દિવસે કાર્બોફયુરાન ૩ જી ૧ કિ.ગ્રા. સ.તત્વ / હે. પ્રમાણે છોડની ફરતે રીંગ પદ્ધતિથી આપવું અને ૧૦ થી ૧૨ દિવસના અંતરે પાયરીપ્રોકઝીફેન ૧૦ ઈ.સી. ૬ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબ્લ્યુજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને વારાફરતી જરૂર પ્રમાણે છંટકાવ કરવા.
બાગાયતી પાકોઃ
આંબોઃ
• કાલવર્ણ રોગના નિયંત્રણ માટે કેરી વટાણા કદની થાય ત્યારે કાર્બેન્ડેઝીમ ૧૦ ગ્રામ દવા લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• પુખ્ત વયના ઝાડ દીઠ બે કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ અથવા એક કિલોગ્રામ યુરીયા આપવું.
બોરઃ • દેશી બોરડીની સુધારણા માટે શેઢાપાળા ઉપર દેશી બોરડીને જમીનથી બરાબર કાપી નાખવી.
નાળિયેરીઃ
• ૮ થી ૨૫ વર્ષની ઉમરની નાળિયેરીના બગીચામાં પિયત આંતરપાક તરીકે ફેબ્રુઆરી-માર્ચમાં આદુનું વાવેતર કરવું.
• દક્ષિણ સૌરાષ્ટ્રના નાળિયેરીનો પુખ્ત બગીચો (ડી× ટી) ધરાવતા ખેડૂતોએ પુષ્પગુચ્છ ઉપર સોડીયમ બોરેટ ૦.૪ % (૪ ગ્રામ/લિ.)નો છંટકાવ એક મહિનાના અંતરે જાન્યુઆરી થી જૂન સુધી કરવાથી વધારે ઉત્પાદન અને ચોખ્ખો નફો મળે છે.
કેળઃ
• કેળમાં ટપક પદ્ધતિ દ્વારા સૂક્ષ્મ તત્વોનું મિશ્રણ (ગ્રેડ-૫) ૫૦ ગ્રામ પ્રતિ છોડ દીઠ સરખા હપ્તામાં રોપણી બાદ ૧૦ અને ૪૦ દિવસે જમીનમાં આપવું.
લીંબું: બળિયા ટપકાં
• રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો.
• રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્સિકલોરાઇડ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૧ ટકાના બોર્ડો મિશ્રણ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ (સ્ટ્રેપ્ટોસાયક્લીન) ગ્રામ ૧ + અથવા કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
પપૈયાઃ • થડને કોહવારો ન લાગે તે રીતે ડબલ રીંગ કરી ૪ થી ૫ દિવસે પિયત આપવું.