પે પરઃ પેપરનું મલ્ચ નિંદામણ અટકાવવામાં મદદરૂપ થાય છે. મલ્ચીંગ માટે પેપરના એકથી બે સે.મી. ના થર પાથરવા અને ત્યારબાદ તેની કિનારી પર પથ્થર રાખવા વધુ પવનવાળા સમયમાં પેપરનો ઉપયોગ કરવો હિતાવહ નથી.
૪. સુકા પાંદડાઃ સહેલાઈથી મળતું અને મલ્ચીંગ માટે અનુકૂળ એવુ મટીરિયલ છે. પાંદડા શિયાળા દરમિયાન જમીનને ગરમ અને સૂકી રાખવામાં મદદરૂપ છે. પરંતુ તે વજનમાં હળવા હોવાથી સામાન્ય પવનથી પણ દૂર ફેંકાઈ જાય છે. આ સમસ્યા નિવારવા માટે તેમને પથ્થર, છાલનો ભૂકો અથવા પાતળી જાળી વડે ઢાંકી દેવામાં આવે છે.
પ. છાલનો ભુકો: તે લાંબા સમય સુધી ચાલતા તેમજ જમીનમાં પુરતા પ્રમાણમાં હવાની અવર-જવર થતી હોવાથી તે એક અનુકૂળ અને સારૂ મલ્ચીંગ મટીરિયલ છે. છાલના ભુકા કરતા કઠણ છાલના ભૂકામાં વધુ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. પરંતુ તે સહેલાઈથી મળી શકતો નથી.
૬. લાકડાનો વેર: તેમાં ઓછા પ્રમાણમાં પોષક તત્વો હોય છે અને તેને કોહવાવામાં સમય લાગે છે. તે એસીડિક હોવાથી તેનો ઉપયોગ એસીડિક જમીનમાં કરવામાં આવતો નથી.
૭. કમ્પોસ્ટઃ કમ્પોસ્ટ એક ઉત્તમ પ્રકારનું મલ્ચીંગ મટીરિયલ છે. તે જમીનમાં સૂક્ષ્મ જીવોની સંખ્યા વધારે છે, જમીનનું બંધારણ સુધારે છે તેમજ પોષક તત્વો પણ પુરા પાડે છે.
ઓર્ગેનિક મલ્ચની મર્યાદાઓઃ
• તે જમીનને વધુ પડતી ભીની રાખે છે. જેથી ઓછા નિતારવાળી જમીનમાં મૂળની નજીક ઓÂક્સજન પહોંચી શકતો નથી.
• જો મલ્ચને થડની નજીક રાખવામાં આવે તો, રોગ અને જીવાતનો ઉપદ્રવ વધે છે.
• ઘણ પ્રકારના ઓર્ગેનિક મલ્ચમાં ગોકળગાય અને ઉંદરનો વધુ પડતો ઉપદ્રવ જોવા મળે છે.
• અમુક પ્રકારના મલ્ચ જેવા કે પરાળ અને ઘાસ વગેરેમાં નિંદામણના બીજ હોય છે.
(ર) ઈન-ઓર્ગેનિક મલ્ચઃ આ બધા પ્રકારના ઈન-ઓર્ગેનિક મલ્ચમાં પ્લાસ્ટિક મલ્ચ સૌથી વધારે પ્રચલિત છે. કારણ કે તે જલ્દીથી નાશ પામતું નથી તેમજ સહેલાઈથી મળી રહે છે. પોલીઈથીલીન અને પોલીવીનાઈલ કલોરાઈડનો પણ મલ્ચ તરીકે ઉપયોગ થાય છે. તેમાં ખાસ કરીને પ્લાસ્ટિક ફિલ્મ મલ્ચ, લોડેન સીટી પોલીઈથીલીન, લીનીયર લોડેન સીટી પોલીઈથીલીન વાપરવામાં આવે છે. આ મલ્ચ જુદી જુદી જાડાઈ, પહોળાઈ અને કલરનાં બજારમાં ઉપલબ્ધ છે.
ઈન-ઓર્ગેનિક મલ્ચના પ્રકારઃ
(૧) નાના પથ્થરઃ આ પ્રકારનું મટીરિયલ બહુવર્ષીય પાકમાં વપરાય છે. ૩ થી ૪ સે.મી.ના પથ્થરો વડે નિંદામણ ઘટાડી શકાય છે. પરંતુ તેના લીધે ઉનાળામાં સૂર્યના વધુ તાપને કારણે જમીનનું તાપમાન વધે છે.
(ર) પ્લાસ્ટિક મલ્ચઃ સામાન્ય રીતે કાળી અને પારદર્શક એમ બન્ને પ્રકારના પ્લાસ્ટિકનો મલ્ચ તરીકે ઉપયોગ થાય છે.
પ્લાસ્ટિક મલ્ચના પ્રકારઃ
(૧) ફોટો ડીગ્રેડેબલ પ્લાસ્ટિક મલ્ચઃ આ પ્રકારનું પ્લાસ્ટિક મલ્ચ થોડા સમયમાં જ સૂર્યના તાપથી નાશ પામે છે.
(ર) બાયો-ડીગ્રેડેબલ પ્લાસ્ટિક મલ્ચઃ આ પ્રકારના પ્લાસ્ટિક મલ્ચ લાંબા સમય બાદ સહેલાઈથી નાશ પામે છે.
પ્લાસ્ટિક ફિલ્મના રંગઃ પ્લાસ્ટિક ફિલ્મના પ્રકાર, જાડાઈ અને કલરની ચોકકસ રીતે પસંદગી કરવાથી જમીનનું તાપમાન જાળવી શકાય છે. બજારમાં કાળો, પારદર્શક, સફેદ, સિલ્વર, વાદળી, લાલ વગેરે જેવા જુદાજુદા રંગોની પ્લાસ્ટિક ફિલ્મ મળે છે. પરંતુ રંગની પસંદગી ચોક્કસ પ્રકારના કામ મુજબ કરવી જોઈએ. સામાન્ય રીતે નીચેના પ્રકારની પ્લાસ્ટિક મલ્ચ બાગાયતી પાકો માટે વપરાય છે. ૧. કાળી પ્લાસ્ટિક ફિલ્મઃ તે ભેજનો સંગ્રહ કરે છે. નિંદામણનું નિયંત્રણ કરે છે અને બહાર જતા કિરણોને રોકે છે. ર. પરાવર્તીત સિલ્વર ફિલ્મઃ તે સામાન્ય રીતે મૂળની આસપાસનું વાતાવરણ ઠંડુ રાખે છે. ૩. પારદર્શક ફિલ્મઃ તે જમીનનું તાપમાન વધારે છે અને જમીનના સૌરકરણ માટે વપરાય છે. (ક્રમશઃ)