જુવાર: સાંઠાની માખીના નિયંત્રણ માટે થાયોમિથોકઝામ ૭૦ ડ્‌બલ્યુ.એલ. ૩ ગ્રામ પ્રતિ કિલો બિયારણ મુજબ માવજત આપવી.
ઉનાળુ મગફળીઃ- • લીલી પોપટી કે થ્રીપ્સના નિયંત્રણ માટે ડાયમિથોએટ ૩૦% ઈ.સી. ૧૦ મિ.લિ., ઈમીડાકલોપ્રીડ ૧૭.૮% એસ.એલ. ૨ મિ.લિ. કે કાર્બોસલ્ફાન ૨૫% ઈ.સી. ૨૦ મિ.લિ.પૈકી કોઈપણ એક દવા ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો. • લીફ માઈનરના નિયંત્રણ માટે થાયોમીથોકઝામ ૩ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. • દરિયાઈ વનસ્પતિ પ્રવાહી ખાતરનો ઉપયોગ કરવો.
તલઃ પર્ણગુચ્છ / ફાયલોડીનાં નિયંત્રણ માટે, • લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.,• વધુ ઉપદ્રવ વખતે ફેનાઝાકિવન ૧૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૦ મિ.લિ. અથવા ફેનપાયરોક્ષીમેટ ૫ એસસી ૧૦ મિ.લિ. અથવા પ્રોપરગાઈડ ૫૭ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
શેરડીઃ • ચાબુક અંગારીયાનો રોગ જોવા મળે તો તેવા રોગિષ્ટ છોડ ઉપાડી બાળી નાશ કરવો. • રોપણી બાદ એકથી દોઢ માસે, અઢીથી ત્રણ માસે અને ચારથી પાંચ માસે રાસાયણિક ખાતરો ભલામણ મુજબ આપવા.
કઠોળઃ • કઠોળ પાકોમાં વિષાણથી થતો રોગ બીજજન્ય હોય તંદુરસ્ત (રોગમુકત) બિયારણ વાપરવું. વિષાણથી થતા રોગનો ફેલાવો ચૂસિયાં પ્રકારની જીવાતો દ્વારા થાય છે. મગના બિયારણને વાવતી વખતે થાયોમેથોકઝામ અથવા ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુ એસ (૧૦ ગ્રામ / કિલો બીજ) ની માવજત આપવી જેથી નસના રોગની અટકાયત થાય છે.
ઉનાળુ બાજરીઃ • પક્ષીઓથી પાકને બચાવવા માટે વહેલી સવારે અને સાંજે ખાસ ધ્યાન રાખવું.
વરિયાળીઃ વરિયાળીના પાકમાં દેહધાર્મિક વિકૃતિના કારણે ફૂલમાંથી મધ જેવું પ્રવાહી નીકળે છે તેથી તે ‘સાકરીયો’ કે ‘મધિયા’ના નામે ઓળખાય છે. મધ જેવા ગળપણવાળા પદાર્થના કારણે તેના પર કાળી ફૂગનો ઉગાવો થતા છોડ કાળા પડી જાય છે. ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. દાણાની ગુણવત્તા બગડે છે.
ડુંગળીઃ • સુકવણી દરમ્યાન લોથાને બે ત્રણ વાર ઉપર નીચે ફેરવતાં રહેવું. જેથી બીજ ઉપરના ભાગમાં એકદમ ગરમ ન થાય અને નીચેના ભાગમાં ફૂગ લાગે નહી તેમજ બીજ એક સરખા ઝડપથી સુકાઈ જાય. બાગાયતી પાકોમાં લેવાની થતી ખાસ કાળજીઓઃ ૧ અગત્યના ફળપાકો જેમ કે આંબાના બગીચાઓમાં યોગ્ય સમયે સામૂહિક ધોરણે ફળમાખી નિયંત્રણના પગલાં લેવામાં આવે તો સમગ્ર વિસ્તારમાં ફળમાખીનું ખુબ જ અસરકારક નિયંત્રણ મળે છે. ૨ આંબાની રોગિષ્ટ વિકૃત ડાળીઓને આશરે ૬ ઈંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે કાપી નાખવી. તેનો કલામાં ઉપયોગ ન કરવો.
નાળિયેરી: નાળિયેરીના બગીચામાં શરૂઆતનાં ત્રણ – ચાર વર્ષ સુધી બધા જ પાકો મીશ્ર પાક તરીકે લઈ શકાય છે. પરંતુ ત્યારબાદ છાંયામાં થતા પાકો જેવા કે આદુ, હળદર, સૂરણ જેવા પાકો લઈ શકાય. ઝાડ મોટા થઈ ગયા પછી નાળિયેરીમાં મિશ્રપાક તરીકે કેળનો પાક ઉતમ સાબિત થયો છે. દક્ષિણ ભારતમાં કોકો તથા મરીનો પાક પણ લેવામાં આવે છે. આપણા રાજયમાં જયાં મીઠા પીયતના પાણીની સુવિધા છે ત્યાં નાળિયેરી સાથે મરીનો પાક સારી રીતે લઈ શકાય તેમ છે. ઝાડની જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ સૂર્યના પ્રકાશનું પ્રમાણ પણ વધતુ જતુ હોય છે. મોટા ઝાડોમાં કપાસ, ઘઉં, જુવાર, રજકો, શાકભાજી જેવા પાકો લઈ શકાય છે. પીયતનું પાણી ભાંભરૂ હોય તો પણ આ પાકો ક્ષારનું પ્રમાણ અમુક અંશે સહન કરી શકતા હોય, નાળિયેરી સાથે વાવીને વધારાની આવક મેળવી શકાય છે. ખેડૂત ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય તો, નાળિયેરીના ૧ હેકટરના બગીચામાં સુધારેલા ઘાસની જાતો મિશ્રપાક તરીકે ઉગાડી ચાર ઢોરને નિભાવી શકે છે. જમીનની છિદ્રાળુતા; જમીન છિદ્રાળુ હોવી જોઈએ. તેના લીધે હવાની અવર-જવર સારી રહે છે. ભેજ સંગ્રહશકિત સારી રહે, જમીનનાં સૂક્ષ્મ જીવાણુઓ તથા છોડનાં મૂળનાં વિકાસ માટે સાનુકૂળ પરિસ્થિતિ આપે છે. પોષક તત્વોની લભ્યતા એકસરખી રાખે છે અને ફળદ્રુપ જમીનને ઉત્પાદક બનાવે છે. જમીનની વરાપ ઉપર છિદ્રાળુતા અસર કરે છે.
ખેતરમાં છિદ્રાળુતા જાળવવા સેન્દ્રીય ખાતરો જેવા કે, છાણિયું ખાતર, ફાર્મ કમ્પોસ્ટ વગેરે ઉમેરવાથી, જડીયાવાળા અગર તો કઠોળ વર્ગનાં પાક ઉગાડવાથી કારણ કે, જડીયા જમીનમાં રહી જાય છે અને આમ સેન્દ્રીય પદાર્થ પુરો પાડે છે. પાકની ફેરબદલીથી, વરાપ થાય ત્યારે જ ખેડ કરવાથી, નિતાર સારો રાખવાથી અને સુધારેલાં ખેત ઓજારનો ઉપયોગ કરવાથી. ઘાસચારાની મકાઇઃ જમીનમાં પૂર્તિ માટેનો મિક્ષર ગ્રેડ – ફ ની ૨૦ કિ.ગ્રા./હે. પાયાના ખાતર સાથે આપવું. અથવા સરકાર માન્ય ગ્રેડ-નો વાવણી પછી ૨૦, ૩૦ અને ૪૦ દિવસે ઉભા પાકમાં ૧ ટકાનો છંટકાવ કરવો. ક્ષારમય જમીન અને પાણીની ખેતીમાં અડચણો. ૧. બીજનું જલ્દી સ્ફુરણ ન થવું, ર. ખેતરમાં વરાપ મોડી આવવી, ૩. જમીનની સપાટી પર કઠણ પોપડી થઈ જવી, ૪. જમીન ભીની હોય ત્યારે ચીકણી અને સુકાઈ જાય ત્યારે કઠણ થઈ જવી, પ. ઢેફાં પડવા, ૬. જમીનની પાંસ બરાબર ન જળવાવી, ૭. આંતરખેડમાં મુશ્કેલી ઉભી થવી, ૮. પાક પીળો રહેવો તથા પોષકતત્વોની ખામીના ચિન્હો ઉભા થવા, ૯. જમીનની નિતાર શકિત ઓછી થઈ જવી, ૧૦. જમીનમાં પૂરતો ભેજ હોય છતાં પાક પાણીની ખેંચ અનુભવતો હોય તેવું જણાય, ૧૧. મહદઅંશે જમીનની ભૌતિક સ્થિતી બગડવી, ૧ર. પાક ઉત્પાદન ખૂબ જ ઘટી જવું. જમીનમાં સૂક્ષ્મ પોષક તત્વની પરિસ્થિતિ ઃ હાલમાં ગુજરાતના કુલ વાવેતર વિસ્તારનાં ૪૯ ટકા વિસ્તારમાં જસતની તેમજ ર૭ ટકા વિસ્તારમાં લોહની ઉણપ જણાય છે. તેમજ મેગેનીંઝ, તાંબુ, બોરોન, અને મોલીબ્ડેનમની અપૂર્તતાવાળો વિસ્તાર અનુક્રમે ૧૭, ૧ર, ૬ અને ૧૦ ટકા છે. આમ રાજય સ્તરે હાલ જે સુક્ષ્મતત્વોની ચિંતા કરવી પડે તેમાં પ્રથમ જસત અને ત્યાર બાદ લોહ તત્વનું સ્થાન છે.
ઉત્તર ગુજરાત અને કચ્છની હલકી જમીન તેમજ સૈરાષ્ટ્રની ચૂનાયુકત જમીનમાં જસત અને લોહની ઉણપ વિશેષ જોવા મળે છે. આવા મોટા વિસ્તારોમાં સૂક્ષ્મ તત્વની ઉણપને લીધે પાક ઉત્પાદનમાં ઘણું મોટુ નુકસાન થતુ હોય છે. હવામાનની પાક ઉપર અસરઃ • ગુજરાતમાં ઉષ્ણતામાનમાં વધારો થવાથી ઘઉંનું ઉત્પાદન ૮-૩૧% અને મકાઈનું ૪% ઉત્પાદન ઘટશે , • ઘઉં, ડાંગર, મકાઈ અને બાજરાનું ઉત્પાદન ઉષ્ણતામાનમાં વધારો થવાથી ઘટે જયારે કાર્બન ડાયોકસાઈડમાં વધારો થાય તો વધે, • ઉષ્ણતામાનમાં વધારા સામે ઘઉં અતિ સંવેદનશીલ અને મકાઈ ઓછો સંવેદનશીલ પાક છે, • ઉષ્ણતામાનમાં વધારા સાથે કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ બમણું થાય તો ઘઉં અને ડાંગરનું ઉત્પાદન વધે, • બમણાં કાર્બન ડાયોકસાઈડ સાથે મકાઈમાં તથા બાજરામાં ઉષ્ણતામાન વધે તો ઉત્પાદન વધે, • ઉષ્ણાતામાનમાં વધારા સામે ડાંગર, મકાઈ અને બાજરામાં મહત્તમ વૃદ્ધિ તબક્કો અતિ સંવેદનશીલ છે, • જયારે ઘઉંમાં દાણાં ભરાવાની અવસ્થા અતિ સંવેદનશીલ છે, • આબોહવામાં ફેરફાર થતાં શિયાળુ ઋતુમાં ચણા, બાજરી, જુવાર અને મકાઈનું ઉત્પાદન વધે, • જુવાર સી-૪ પ્રકારનો પાક હોવાથી કાર્બન ડાયોકસાઈડમાં વધારો થતાં તેના ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી,
• ઉષ્ણતામાનમાં વધારા સામે ઘઉં અતિ સંવેદનશીલ અને મકાઈ ઓછો સંવેદનશીલ પાક છે, • ઉષ્ણતામાનમાં ર સે. વધારા સાથે કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ બમણું થાય તો ઘઉં અને ડાંગરનું ઉત્પાદન વધે,
• બમણાં કાર્બન ડાયોકસાઈડ સાથે મકાઈમાં તથા બાજરામાં ઉષ્પતામાન વધે તો ઉત્પાદન વધે, • ઉષ્ણાતામાનમાં વધારા સામે ડાંગર, મકાઈ અને બાજરામાં મહત્તમ વૃધ્ધિનો તબક્કો અતિ સંવેદનશીલ છે,
• જયારે ઘઉંમાં દાણાં ભરાવાની અવસ્થા અતિ સંવેદનશીલ છ., • આબોહવામાં ફેરફાર થતાં શિયાળુ ઋતુમાં ચણા, બાજરી, જુવાર અને મકાઈનું ઉત્પાદન વધે
• જુવાર સી-૪ પ્રકારનો પાક હોવાથી કાર્બન ડાયોકસાઈડમાં વધારો થતાં તેના ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી.