ગણેશ ચતુર્થી પહેલા માર્કેટ તેજી સાથે બંધ થયું હતું પરંતુ રજા બાદ આજે સવારે માર્કેટ કડાકા સાથે ખુલ્યું અને આખો દિવસ હાહાકારની સ્થિતિ જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ આજે ૭૭૦.૪૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮,૭૬૬.૫૯ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી ૨૧૬.૫૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૪૨.૮૦ ના સ્તરે બંધ થયો.
ટોપ ગેઈનર્સ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમા ટાટા કોમ બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્‌સ, આઈશર મોટર્સ, હીરો મોટરકોર્પ વગેરેના શેર જાવા મળ્યા. જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, એશિયન પેઈન્ટ્‌સ, ભારતી એરટેલ, ટાઈટન કંપની, એસબીઆઈના શેર જોવા મળ્યા.
ટોપ લૂઝર્સ નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં હિન્દાલ્કો, રિલાયન્સ, ઓએનજીસી, ટીસીએસ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સના શેર જાવા મળ્યા, જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં રિલાયન્સ, ટીસીએસ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસના શેર જોવા મળ્યા.
વૈશ્વિક બજારના વલણ અને મંદીના ભણકારા વચ્ચે ગણેશ ચતુર્થીની રજા બાદ આજે બજાર ખુલ્યા તો સેન્સેક્સ અને નિફ્ટી ધડામ થયા. આ અગાઉ પરમ દિવસે બજારમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ ૯.૧૬ વાગે ૭૦૭.૩૯ પોઈન્ટ તૂટીને ૫૮૮૨૯.૬૮ ના સ્તરે જાવા મળ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી ૨૦૦.૮૦ પોઈન્ટ ઘટીને ૧૭૫૫૮.૫૦ ના સ્તરે જાવા મળ્યો.