ગ્લોબલ માર્કેટથી મળી રહેલા સંકેતો વચ્ચે આજે અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસે શેરબજારમાં ખુશહાલી જાવા મળી. બજારમાં આજે સવારથી જ ઉછાળો જાવા મળ્યો. આજે લીલા નિશાન સાથે ખુલવા સાથે આખો દિવસ કારોબાર બાદ સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે જ બંધ થયા છે. આજને માર્કેટ બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક ૬૧૬.૬૨ એટલે કે ૧.૧૬ ટકાની લીડ સાથે ૫૩,૭૫૦.૯૭ અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી ૧૯૪.૪૦ અંક એટલે કે ૧.૨૩ ટકાના વધારા સાથે ૧૬,૦૦૫.૨૫ અંક પર બંધ થયો.
એલઆઈસીના શેરમાં આજે પણ તેજી જાવા મળી. આજે એલઆઈસીના શેરમાં ૦.૨૫ એટલે કે ૦.૦૩૬ ટકાની તેજી જાવા મળી અને એલઆઈસીનો શેર હવે ૭૦૨.૯૦ રૂપિયા પર પહોંચી ગયો છે.