શેરબજાર આજે આખો દિવસ તેજીમાં જોવા મળ્યું અને સેન્સેક્સ તથા નિફ્ટી પણ લીલા નિશાન સાથે જ બંધ થયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ ૪૫૫.૯૫ અંકની તેજી સાથે ૬૦૫૭૧.૦૮ ના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી ૧૩૩.૭૦ અંકની તેજી સાથે ૧૮૦૭૦.૦૦ ના સ્તરે બંધ થયો. જાણો આજના ટોપ ગેઈનર્સ અને લૂઝર્સ સ્ટોક વિશે….
નિફ્ટીમાં આજે ટોપ ગેઈનર્સમાં જે કંપનીના શેર જોવા મળ્યા તેમાં ટાટા કોમ,ઈન્ડસઈન્ડ બેંક, બ્રિટાનિયા, ભારતી એરટેલ, ટાઈટન કંપનીના શેર સામેલ રહ્યા. જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, ભારતી એરટેલ, લાર્સન, એચડીએફસી બેંકના શેર જાવા મળ્યા.
નિફ્ટી ટોપ લૂઝર્સમાં શ્રી સિમેન્ટ, સિપ્લા, આઈશર મોટર્સ, બીપીસીએલ, ટીસીએસના શેર રહ્યા જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં ટીસીએસ, એશિયન પેઈન્ટ્‌સ, ટેક મહિન્દ્રા, ડો.રેડ્ડીસ લેબ્સ, સન ફાર્માના શેર જોવા મળ્યા.
અમેરિકી બજારમાં સતત તેજીથી ભારતીય શેર બજારોમાં પણ તેજીનો માહોલ જાવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયા બાદ આજે સવારે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યા. ૩૦ અંકવાળો સેન્સેક્સ ૨૯૩ અંકની તેજી સાથે ૬૦,૪૦૮.૨૯ ના સ્તરે ખુલ્યો જ્યારે ૫૦ અંકવાળો નિફ્ટી પણ ૧૦૦થી વધુ અંકની તેજી સાથે ૧૮,૦૪૪.૪૫ ના સ્તરે ખુલ્યો.