જો તમે એ જાણવા ઈચ્છો છો કે તમારા વ્યવસાયને કેટલા લોકો ભરોસાપાત્ર માને છે, તો જવાબ છે ૫૮% લોકો ડાક્ટરના વ્યવસાય પર સૌથી વધુ વિશ્વાસ કરે છે. આ યાદીમાં ૫૭% સાથે વિજ્ઞાની બીજા અને શિક્ષક ત્રીજા ક્રમે છે. ગ્લોબલ ટ્રસ્ટવર્ધીનેસ ઈન્ડેક્સ ૨૦૨૨ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ૨૮ દેશમાં ૧૮ પ્રકારના વ્યવસાય પર કરાયેલા સરવેના આંકડા પ્રમાણે, ૨૦૨૧ના
કોરોનાકાળમાં ડાક્ટરો અને વિજ્ઞાનીઓ પર લોકોને વિશ્વાસ હતો, પરંતુ ૨૦૨૨ વખતે તેમના પર વિશ્વાસ કરનારામાં ૬-૬%નો ઘટાડો નોંધાયો હતો.
ટોપ-૫ પછી ભરોસાપાત્ર વ્યવસાયની યાદીમાં પોલીસ, જજ, વકીલ, ટીવી ન્યૂઝ રીડર, પાદરી-પૂજારી, પત્રકાર, સરકારી અધિકારી, બિઝનેસ લીડર, એડવર્ટાઈઝિંગ એ:ક્ઝિક્યુટિવ, સરકારી મંત્રી અને નેતા છે.
જા વાત સૌથી ઓછા ભરોસાપાત્ર વ્યવસાયની છે તો નેતાઓ અને સરકારી મંત્રીઓનું નામ સૌથી ઉપર આવે છે. દુનિયામાં ૮૮% લોકો તેમને સૌથી અપ્રામાણિક માને છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે નેતાઓ અને મંત્રીઓ પર સૌથી વધુ વિશ્વાસ કરનારા દેશોમાં ભારત પહેલા ક્રમે છે. અહીં ૨૮% લોકો નેતાઓ અને ૩૧% લોકો મંત્રીઓને વિશ્વાસપાત્ર માને છે. જાપાનમાં ફક્ત ૭%, અમેરિકામાં ૧૦% અને બ્રિટનમાં ૧૬% લોકો જ નેતાઓ પર વિશ્વાસ કરે છે. ૨૧% સાથે ડેનમાર્ક આ યાદીમાં બીજા અને ૧૮% સાથે જર્મની ત્રીજા નંબરે છે. નેતાઓ પર વિશ્વાસની વૈશ્વિક સરેરાશ ૧૨% છે.
સૌથી ઓછો વિશ્વાસ ધરાવતા વ્યવસાયમાં બેન્કર ટોપ-૫માં આવે છે, દુનિયામાં બેન્કરો પર સૌથી વધુ વિશ્વાસ ભારતીય (૫૨%) જ કરે છે.
સરકારી અધિકારી સૌથી ઓછા ભરોસાપાત્ર વ્યવસાયની યાદીમાં છઠ્ઠા ક્રમે છે, પરંતુ તેમના પર પણ સૌથી વધુ ભરોસો કરવામાં ભારત (૨૫%) દુનિયામાં બીજા ક્રમે છે.
દુનિયાના સૌથી ભરોસાપાત્ર વ્યવસાયની યાદીમાં પોલીસ છઠ્ઠા, જજ સાતમા અને વકીલ આઠમા નંબરે છે. ૩૭% લોકોને પોલીસ, ૩૫%ને જજ અને ૨૯%ને વકીલ ભરોસાપાત્ર લાગે છે. પોલીસ પર વિશ્વાસ કરવામાં ભારતીયો ૪૨% સાથે દુનિયામાં ૧૧મા તેમજ જજા-વકીલોના મામલામાં ત્રીજા ક્રમે છે. જ્યાં સુધી પૂજારી કે પાદરી પર વિશ્વાસની વાત છે, ત્યાં સુધી ડેનમાર્ક અને સ્વિડન પછી ભારત ૪૦% સાથે દુનિયામાં ત્રીજા નંબરે છે. પત્રકારો પર વિશ્વાસ કરવામાં આપણે ચીન (૪૫%) અને સાઉદી અરબ (૪૪%) પછી ત્રીજા (૩૮%) ક્રમે છીએ.