રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. આ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે અમરેલી જિલ્લાના લીલીયા મોટા ખાતે આગામી દિવસોમાં એક ભવ્ય ‘હિન્દુ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે તાજેતરમાં લીલીયાના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ સામાજિક અને ધાર્મિક અગ્રણીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંમેલનની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે કાંતિભાઈ શિંગાળાની વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ ચાવડા, મહેશભાઈ નાથાણી, બટુકભાઈ, મિતુલ દાદા અને ભરતભાઈ વેગડની નિમણૂક થઈ હતી. મંત્રી તરીકે વિઠ્ઠલભાઈ, સહમંત્રી તરીકે રમેશભાઈ ભડકોલીયા અને ભરતભાઈ શેલડીયા, ખજાનચી તરીકે જીતુભાઈ પાઠક, સહ ખજાનચી તરીકે સુરેશભાઈ મારુના નામની જાહેરાત કરવામાં આવી હતી.કારોબારી સમિતિની પણ રચના કરવામાં આવી હતી.